90 કરોડનો પાલ-ઉમરા બ્રિજ પહેલા જ દિવસે પાન-માવાની પીકચારી મારી ગંદો કર્યો

સુરત,

સુરતના પાલ અને ઉમરાને જોડતાં
90 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર કેટલાક ન્યુસન્સરૃપ લોકોએ ઉદ્દઘાટનના પહેલાં  જ દિવસે પાન-માવાની પીચકારી મારીને ગંદો કર્યો હતો.
પાલિકાએ આ બ્રિજનું સત્તાવાર નામકરણ કરે તે પહેલાં જ બ્રિજ પર મોડી રાત્રીએ ડો. બાબા
સાહેબ આંબેડકર બ્રિજ નામ આપવા માટેના બેનર લાગ્યા હતા.

સુરત મ્યુનિ.એ 2015માં પાલ ઉમરા
બ્રિજ બનાવવા માટેની શરૃઆત કરી હતી પરંતુ કાયદાકીય ગુંચના કારણે બ્રિજ 2021માં પુરો
થયો અને ગઈકાલે તેનું લોકાપર્ણ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પાલ ઉમરા વચ્ચે તાપી નદી પર બનાવાયેલા આ બ્રિજને શ્રી રઘુરામજી સેતુ નામ આપવા માટે
સાંસ્કૃતિક સમિતિમાં કામ રજુ કરવામા આવ્યું હતું. પરંતુ આ બેઠકમાં ભાજપના સભ્યો જ ગેરહાજર
રહેતા  બેઠક નોન કોરમ થઈ અને નામ આપવાની દરખાસ્ત
મંજુર થઈ ન હતી. આ નામકરણ અંગે ભાજપમાં જ સર્વસંમતિ ન હોવાથી નાકરણ પર બ્રેક લાગી ગઈ
હોવું કહેવાય રહ્યું છે. જોકે, ભાજપ આ બ્રિજને શ્રી રઘુરામજી સેતુ નામ માટે મક્કમ છે
પરંતુ હજી સુધી કોઈ નિર્ણય ન કરાતાં કેટલાક લોકોએ ગઈકાલે આ બ્રિજને ડો. બાબા સાહેબ
આંબેડકર બ્રિજ આપવા માટેની માગ સાથે બેનર લગાવ્યા હતા. આ વાતની ખબર પાલિકા તંત્રને
પડતાં પાલિકા તંત્રએ બેનર  કાઢી નાંખ્યા હતા.
જેના કારણે આ બ્રિજનું નામકરણ ક્યારે થાય અને બ્રિજનું નામ શું રાખવામા આવશે તે અંગે
અનેક અટકળ થઈ રહી છે.

<

p class=”12News” style=”text-align:justify;”>પાલિકાએ બ્રિજ ખુલ્લો મુકવાની સાથે
જ ગઈકાલે સુરતીઓએ રવિવારની સાંજ બ્રિજ પર વિતાવી હતી. અનેક લોકો બ્રિજ પર પહોંચી ગયાં
હતા અને બ્રિજ પર સેલ્ફી લીધી હતા. તો કેટલાક ન્યુસન્સરૃપ લોકો બ્રિજ પર ફરવા આવ્યા
હતા જ્યાં પાન માવા ખાઈને ઠેક ઠેકાણે થુંકીને બ્રિજની સુંદરતા બગાડી નાંખી હતી. પાલિકા
જે પ્રોજેક્ટનું લોકાપર્ણ કરે છે તે પ્રોજેક્ટ પર ન્યુસન્સરૃપ લોકો થુંકીને બ્રિજની
સુંદરતા બગાડતાં હોવાથી તેને અટકાવવા માટેની માગણી થઈ રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s