સુરત સિટીમાં માત્ર 3 અને ગ્રામ્યમાં 1 સાથે નવા માત્ર 4 કેસ : 9 ને રજા

– મ્યુકોર માઇકોસિસમાં પણ માત્ર એક કેસ, ચારને સર્જરી

સુરત, : સુરતમાં સોમવારે સિટીમાં માત્ર 3 અને ગ્રામ્યમાં 1 સાથે નવા માત્ર 4 કેસ નોંધાયા છે. જયારે મ્યુકોર માઇકોસિસમાં પણ માત્ર એક કેસ નોંધાયો છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સોમવારે સિટીમા કોરોનામાં રાંદેરમાં માત્ર 2 અને સેન્ટ્રલમાં માત્ર 1 કેસ સાથે માત્ર 3 નવા કેસ નોંધાયા છે. જયારે અન્ય તમામ ઝોનમાં નવા એકેય કેસ નોંધાયા નથી. સિટીમાં નવા 3 કેસ સાથે કુલ કેસ 1,11,304 અને મૃત્યુઆંક 1629 છે. ગ્રામ્યમાં નવા 1 મળી કુલ કેસ 32,074 અને મૃત્યુઆંક 484 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 1,43,2378 અને મૃત્યુઆંક 2113 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 1,09,612 અને ગ્રામ્યમાં 31,573 મળીને કુલ આંક 1,41,185 થયો છે.

મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલમાં વધુ એક દર્દી સારવાર માટે દાખલ થયો છે.સિવિલમાં હાલમાં 32 દર્દી વોર્ડમાં સારવાર હેઠળ છે. આજે ચાર સર્જરી થઇ હતી. સ્મીમેર હોસ્પિટલમાં નવો કોઈ દર્દી નોંધાયો નથી. હાલ 22 દર્દી સારવાર લઇ રહ્યા છે. આજે એકેય સર્જરી થઇ નહોતી. નવી સિવિલ અને સ્મીમેરમાં આજે એકેય મોત નથી. અત્યાર સુધીમાં સિવિલમાં 38 અને સ્મીમેરમાં 21 મળી કુલ 59 દર્દીઓ મોતને ભેટયા છે. નવી સિવિલમાં 19 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 5 દર્દીઓની અત્યાર સુધીમાં આંખ કાઢવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s