નર્મદ યુનિ.ની કૉલેજોના લાસ્ટ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઇન લેવાશે– ચલકચલાણી બાદ છેવટે એકેડેમીક
કાઉન્સિલનો અંતિમ નિર્ણય


– પહેલા ઓનલાઇનની જાહેરાત બાદ સરકારે ઓફલાઇનની ગાઇન આપતા
વિદ્યાર્થીઓ તો ઠીક યુનિવર્સિટી સત્તાધિશો પણ મુંઝવણમાં હતા

     સુરત

નર્મદ
યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ઓફલાઇન લેવી કે પછી ઓનલાઇન લેવી
? તે માટે સતાધીશો તો
કન્ફયુઝ હતા જ સાથે જ લાખો વિદ્યાર્થીઓ પણ કેવી રીતે તૈયારી કરવી તેને લઇને
કન્ફયુઝ હતા. આખરે  આજની એકેડમીક
કાઉન્સીલની બેઠકમાં તમામ સભ્યોએ પરીક્ષા ઓફલાઇન યોજવાનું સર્વાનુમતે નક્કી કર્યું
છે.  એક દિવસનો ગેપ રાખીને આગામી
29 મી જુલાઇથી ઓફલાઇન પરીક્ષા લેવાશે.

કોરોના
કાળમાં રાજય સરકારે કોલેજોમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન લેવી
તે માટે કોઇ ગાઇડ લાઇન બહાર પાડી નહીં હોવાથી નર્મદ યુનિવર્સિટીના સતાધીશો વેઇટ
એન્ડ વોચમાં હતા. એવા સમયે રાજય સરકારે કોલેજોમાં છેલ્લા વર્ષમાં ઓફલાઇન પરીક્ષા
લેવાની જાહેરાત કરી હોવાછતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા ઓફલાઇન પરીક્ષાનો વિરોધ
કરાતા જ સતાધીશોએ આ મુદ્વો ફરી સિન્ડીકેટમાં મુકયો હતો. તો સિન્ડીકેટે એકેડમીકને
ઓનલાઇન પરીક્ષા માટે ભલામણ કરી હતી. પરંતુ ફાઇનલ એકેડમીક કાઉન્સીલ પર છોડી દેવાયુ
હતુ. આમ એકબીજા પર છોડી દેવાતા લાખ્ખો વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરવી
કે ઓફલાઇન
? તેને લઇને મુઝવણમાં હતા.

<

p class=”12News”>દરમ્યાન
આજે મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં હાજર તમામ સભ્યોએ ઓનલાઇન પરીક્ષાનો ભારે
વિરોધ કર્યો હતો કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ભાવી સાથે રીતસરના ચેંડા થઇ રહ્યા
છે.  અને સરકારે પણ પરિપત્ર જાહેર કરીને
ઓફલાઇન લેવાનું નક્કી કરાયુ છે.  તો
પરીક્ષા ઓફલાઇન જ લેવાવી જોઇએ. સભ્યોની બહુમતિ જોતા આગામી
29 મી જુલાઇથી પરીક્ષા
ઓફલાઇન લેવાનું નક્કી કરાયુ હતુ. સાથે જ સેનેટ સભ્ય કનુ ભરવાડે પરીક્ષામાં એક દિવસ
ગેપ આપવાની માંગ કરી હતી. તે પણ સ્વીકારી લેવાઇ હતી. આ ઉપરાંત
100 ટકા ઓપ્શન સાથેનું પેપર  પુછાશે.
આમ આજે ફાઇનલ નિર્ણય લઇ લેતા લાખો વિદ્યાર્થીઓને રાહત થઇ હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s