સુરતનો 115 મો અને તાપી નદી પરના 14 માં બ્રિજનું લોકાર્પણ

– નવા પાલ-ઉમરા  બ્રિજ થકી આઠ લાખ લોકોના સમય અને ઈંઘણની બચત
થશે

– BRTS
બસની કનેક્ટીવીટીનું આખું નેટવર્ક પણ હવે સંપુર્ણ થશે

    સુરત

સુરતની
તાપી નદી પર પાલ-ઉમરા  વચ્ચે આજે બ્રિજ ખુલ્લો
મુકાયો તે સુરત મ્યુનિ. વિસ્તારમાં ૧૧૫મો અને 
તાપી નદી પર
14
મો બ્રિજ બન્યો છે. આ બ્રિજનું ખાતમુહૂર્ત 2015 માં કરવામાં આવ્યું હતુ પરંતુ કાનુની અડચણના કારણે બ્રિજ 2021 માં પુરો થયો છે. પાલ-ઉમરા બ્રિજ બની જવાના કારણે સુરત મ્યુનિ.ની બીઆરટીએસ
બસની  કનેક્ટીવીટીનું આખુ નેટવર્ક સંપૂર્ણ થઈ
ગયું છે. આ બ્રિજ બનવાના કારણે પાલ-અડાજણ વિસ્તારના આઠ લાખ લોકોના સમય અને ઈંધણની  પણ બચત થશે.

<

p class=”12News”>સુરતના રાંદેર
ઝોનના પાલ-ઉમરા- પાલનપોર તથા અન્ય વિસ્તારમાંથી સીટી લાઈટ
, ઉમરા, એસ.વી.એન.આઈ.ટી તથા વેસુ વિસ્તારમાં જનારા લોકોને પાલ-ઉમરા બ્રિજ બની જવાના
કારણે પાંચથી છ કિલોમીટરનો ચકરાવો ઘટી જશે. આજથી આ બ્રિજ ખુલ્લો મુકાતા આ વિસ્તારના
લોકો કેબલ બ્રિજ
, સરદાર બ્રિજ કે લો લેવલ બ્રિજનો ઉપયોગ કરતા
હતા તે આ બ્રિજ પરથી શરૃ થતાં આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનું મહદ અંશે નિકાલ પણ આવશે.
સુરત મહાનગરપાલિકાએ શરૃ કરેલું બીઆરટીએસ બસનું નેટવર્ક પાલ-ઉમરા બ્રિજ નહીં બનતા અધુરૃ
રહ્યું હતુ. ઉમરા તરફના અસરગ્રસ્તોએ કોર્ટ મેટર કરતાં આ બ્રિજ લટકી ગયો હતો. કોર્ટમાં
સમાધાન થયાં બાદ મ્યુનિ.એ બાકી રહેલાં સાત ટકા બ્રિજની કામગીરી ઝડપભેર પુરી કરી હતી
અને આજે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ લોકાર્પણ
બાદ બી.આર.ટી.એસ. કોરીડોર નક્કી કરવામાં આવ્યો હતો તે કનેક્ટીવીટી બ્રેક થતી હતી
,
એટલે કે તે આજે પુરી થઈ ગઈ છે. આગામી દિવસોમાં મ્યુનિ.ની બીઆરટીએસ રૃટની
કનેક્ટીવીટી પુરી થશે તેની સાથે જ પાલ-અડાજણ અને ઉમરા વિસ્તારના લોકોના જ નહીં પરંતુ
મ્યુનિ.ના ઈંધણ અને સમયમાં પણ બચત થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s