કોંગ્રેસે ઘરના ફોર્મ છપાવી રક્ષાબંધનના દિવસે વહેંચી બહેનોની મજાક કરીઃ રૃપાણી


– સુરતમાં એક દિવસમાં રૃ.1290 કરોડના
પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત


– કોરોનામાં સરકારે જવાબદારીમાંથી હાથ ખંખેરવાની કામગીરી નથી
કરી પણ લોકોની વચ્ચે રહી સેવા કરવા સાથે વિકાસ પણ કર્યો

– સુરત નંબર વન બની રહ્યું છે તેનો યશ કોર્પોરેશનના
પદાધિકારી
,
અધિકારીઓ અને સુરતીઓના ફાળે જાય છે

            સુરત

સુરત
સહિત સમગ્ર વિશ્વ કોરોના કાળની ચિંતા કરી રહી હતી ત્યારે સુરત અને ગુજરાતે કોરોના સામે
લડવા સાથે વિકાસના કામો પણ પાછા પડવા દીધા નથી. ગુજરાત સરકારે કોરોના દરમિયાન ક્યારેય
પલાયન વૃત્તિ કે જવાબદારીમાંથી હાથ ખંખેરવાની કામગીરી કરી નથી.  લોકોની રોજીરોટીનો ખ્લાય રાખવા સાથે કોરોનાની સારવાર
અને લોકોની વચ્ચે રહી  વિકાસનો પથ પણ છોડયો
નથી. જેના કારણે આજે સુરતમાં કોરોના કાળ બાદ એક જ દિવસમાં રૃ.
1290 કરોડના વિકાસના કામો
સાકાર થયા હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યું  હતુ.

સુરતના પાલ-ઉમરા
બ્રિજના લોકાર્પણ સાથે સાથે કુલ રૃ.
1290 કરોડના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી રૃપાણીએ
જણાવ્યું કે
, કોરોના કાળમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેઓ પ્રત્યે
સંવેદન વ્યક્ત કરૃ છું. કોરોનાના કાળ દરમિયાન સરકારે ક્યારે પણ પલાયનવૃત્તિ અપનાવી
નથી. હિંમત અને મક્કમતાથી નિર્ણય કરીને કોરોનાના સમય દરમિયાન સરકાર દિવસ-રાત કામ કરતી
હતી. કોરોનાના સમયમાં પણ વિકાસના કામો ચાલુ રાખ્યા છે
, છેલ્લા
દોઢ વર્ષમાં ગુજરાતમાં ત્રીસ હજાર કરોડના વિકાસના કામો થયા છે. નવા બ્રિજનું આજે લોકર્પણ
થઈ રહ્યું છે ત્યારે સુરતે કમાલ કરી છે
, સુરત બ્રિજ સીટી,
ડાયમંડ સીટી, ડ્રીમ સીટી, ટેક્સટાઈલ સીટી કે ગ્રીન સીટી હોય કે ક્લીન સીટી સુરત નંબર વન બની રહ્યું છે
તેનો યશ કોર્પોરેશનના પદાધિકારી
, અધિકારીઓ અને સુરતીઓને ફાળે
જાય છે. ભાજપના પદાધિકારીઓએ ટર્શરી ટ્રીટમેન્ટનો પ્રયાસ શરૃ કર્યો છે તે જોઈ ગુજરાત
જ નહીં પરંતુ ભારતની મહાનગરપાલિકા સુરતમાંથી પ્રેરણા લઈ રહી છે. સુરત મ્યુનિ. અને સુડાને
આખા રાજ્ય વતી ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ એટલે આપું છું કે કોરોનાના કાળમાં સમગ્ર
ગુજરાત સ્થગિત થઈ ગયું હતુ
, લોકો કોરોનાની ઝપેટમાં નહીં આવે તેનાથી
ચિંતાતુર હોય તેવા વખતે નાગરિકોની ચિંતા
, સારવાર કરવા સાથે વિકાસના
કામોને પણ ચાલું રાખવા આ બન્ને બાબત સુરતે સારી રીતે નિભાવી છે. કોંગ્રેસે ઘરના ફોર્મ
છપાવી રક્ષાબંધનના દિવસે વહેંચી બહેનોની મજાક કરી હતી પરંતુ અમે દર વર્ષે પાંચ લાખ
પરિવારોને ઘર મળે તેવું આયોજન કર્યું છે. અમે ફોર્મ છપાવી મતો માટેનું રાજકારણ નથી
કરતાં પરંતુ સતત સેવા કરીએ છીએ
, તેથી લોકોને વિશ્વાસ ભાજપ પર
રહેલો છે.

મામુલી રાહત આપી
પાનાની જાહેરાત આપનારા અમે નથી

મુખ્યમંત્રી
રૃપાણીએ કેજરીવાલનું નામ લીધા વગર કહ્યું કે
, અમે લોકોની સેવા માટે કામ કરી રહ્યાં છે,
યોજનાઓને સાકાર કરીએ છીએ. મામુલી રાહત આપીને આખા પાનાની જાહેરાત
આપનારા અમે લોકો નથી. અમે માત્ર જાહેરાતો નથી કરતા
,
બાળકોના ખાતામાં પૈસા પણ પહોંચી ગયા છે. 
ભાજપના લોકો જે બોલે છે તે કરે છે અને જે કરે છે તે જ બોલે છે. કોરોનાની
જેમ ટૌટે વાવાઝોડામાં પણ ઝડપથી લોકોને રાહતના પેકેજ પહોંચાડવામાં આવ્યા છે
,
કોઈ કસર છોડવામાં આવી નથી.

ગુજરાતે સંપુર્ણ
લોકડાઉન ન કરીને પણ કોરોના કંટ્રોલ કર્યો

<

p class=”12News”>સમગ્ર
ભારતમાં કોરોના અંગે નક્કર આયોજન અને નિર્ણયથી બીજી વેવમાંથી બહાર નિકળ્યા છે. ગુજરાતે
સંપુર્ણ લોક ડાઉન નહીં કરી લોકોની રોજીરોટી અને વેપાર-ધંધા ચાલુ રહે અને કોરોનાથી બચી
પણ શકીએ તેવી સ્ટેટજી અપનાવીને ગુજરાતે કોરોનાને કંટ્રોલ કર્યો છે. શનિવારે કોરોનાના
ગુજરાતમાં
56 કેસ હતા તેની સામે જે રાજ્યમાં સંપુર્ણ લોક ડાઉન છે તે રાજ્યમાં આજે પણ 10 હજાર કેસ થઈ રહ્યાં છે.  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s