RT-PCR રિપોર્ટની ઝંઝટને કારણે બહારગામના વેપારીઓ સુરત આવતા નથી

-બિઝનેસ
ક્લાસ અને વેપારીઓના અભાવે હોટલોનો ધંધો ઘટીને માંડ
25 ટકા આસપાસ થઈ ગયો

સુરત
     

દેશના
અન્ય રાજ્યોમાંથી વેપારીઓ સુરત આવતાં નથી. આરટી-પીસીઆરની ઝંઝટને કારણે બહારગામના
વેપારીઓ પસંદ કરતા નથી. બે-ત્રણ દિવસ ખરીદી માટે આવવાનું બનતું હોય છે અને પરત
થતાં તેઓને આરટી-પીસીઆર રિપોર્ટ લઈને જવો પડતો હોવાથી
, પળોજણમાં પડવા કોઈ
તૈયાર નથી.

સુરતમાં
વેપારીઓ આવે છે
, પરંતુ એ રાજ્યના અન્ય વિસ્તારમાંના છે. વડોદરા અમદાવાદ કે અન્ય શહેરોમાંથી
આવતાં ગ્રાહકો કે વેપારીઓ પાસે પરત થતી વખતે આરટી-પીસીઆર રિપોર્ટ પૂછવામાં આવતો નથી.
મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઇમાં ફરી સાંજે
4:00 પછી લોકડાઉન શરૃ
થતું હોવાથી તેની અસર શહેરના કાપડ બજાર અને ઉદ્યોગ પર દેખાઈ રહી છે.

આમતો, છેલ્લાં ચાર-પાંચ
દિવસથી કાપડ બજારમાં વેપારીઓની હાજરી દેખાઈ રહી છે. પરંતુ તેની ટકાવારી ખૂબ જ ઓછી
છે. મહારાષ્ટ્ર ઉપરાંત દક્ષિણા જુદા-જુદા રાજયોમાંથી વેપારીઓની તરફથી ખરીદી હજુ
શરૃ થઈ નથી બહારગામના વેપારીઓ વોટ્સએપ અને મોબાઈલથી ઓર્ડર આપીને અટકેલું કામ પૂરું
કરી રહ્યાં છે.

શહેરના
ગેસ્ટ હાઉસ અને હોટલોમાં પણ વેપારીઓની હાજરી દેખાતી નથી. સ્ટેશન વિસ્તારમાં અંદાજે
40થી 50 જેટલી હોટેલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ છે. બિઝનેસ
ક્લાસ અને વેપારીઓ આવતા નહીં હોવાને કારણે ધંધો ઘટીને માંડ
25 ટકા આસપાસ થઇ ગયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s