લોનના હપ્તા ચૂકવી નહી શકાતા ગોડાદરાના યુવાને ફાંસો ખાધો


– 23 વર્ષના યુવાને ભાડે આપેલા ટેમ્પોના પૈસા પણ આવ્યા નહોતાઃ સ્યુસાઇડ નોટમાં પૈસાની
તકલીફનો ઉલ્લેખ

    સુરત :

ગોડાદરામાં
શુક્રવારે રાતે યુવાને ગળે ફાંસો ખાઇ લીધો હતો. લોનના હપ્તા નહી ભરાતા અને ભાડે
આપેલા ટેમ્પોના પૈસાન નહી આવતા ટેન્શનમાં આ પગલું ભર્યું હતું.

<

p class=”12News”>સ્મીમીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં પટેલનગર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય હરીશંકર
રૃગુનાથ તિવારીએ શુક્રવારે રાતે ઘરમાં છતના હુક સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ
હત્યા કરી હતી. તેના પરિચિત વ્યકિત કહ્યુ કે હરીશંકર મુળ ઉતરપ્રદેશના ગોંડાના વતની
હતો
. તે માર્કેટમાં
મજુરી કામ કરતો હતો. તેનું કામ પણ બરાબર ચાલતું ન હતું. જેથી તેણે લોન પર લીધેલી બાઇક
અને ટેમ્પોના નિયમિત હપ્તા ભરાતા ન હતા. આ ઉપરાંત તેણે એક વ્યકિતને  ટેમ્પો ભાડે ફેરવવા આપ્યો હતો. તે વ્યક્તિ પણ લેણી
રકમ પરત આપતો નહોતો. અને ટેમ્પો પરત આપી ગયો હતો. આ બધા  ટેન્શનમાં તેણે આ પગલું ભર્યાની શક્યતા છે. તેની
સ્યુસાઇડ નોટમાં પૈસાની તકલીફ પડતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ અંગે ગોડાદરા પોલીસે
તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s