જેલમાંથી છૂટેલો બુટલેગર ફટાકડા ફોડી ઉજાણીનો વિડીયો વાયરલ થતા વતન ભાગ્યો


– જેલમુક્તિ બાદ બુટલેગરોને સરઘસનો ચસ્કો

– મોટાવરાછાના બુટલેગર માંગીલાલ ગુર્જરના પાંચ સાગરીતોની અટક : બે દિવસ પહેલા બુટલેગર ઈશ્વર વાંસફોડીયાએ જેગુઆરમાં સરઘસ કાઢ્યું હતું

સુરત, : સુરતના મોટાવરાછાનો બુટલેગર માંગીલાલ ગુર્જર પાટીદાર આંદોલન વખતે અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં જામીન મુક્ત થઈ આવતા તેના સમર્થકોએ મોટાવરાછા તળાવ પાસે ફટાકડા ફોડી જાહેરમાં ઉજવણી કરી હતી. ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમરોલી પોલીસે ગુનો નોંધી તેના પાંચ સાગરીતની અટકાયત કરી છે જયારે બુટલેગર રાજસ્થાન ફરાર થઈ ગયો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા બુટલેગર માંગીલાલ ગુર્જરની અમરોલી પોલીસે પાટીદાર આંદોલન વખતે નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. માંગીલાલ ગતરોજ જામીન પર છૂટીને આવતા તેના સમર્થકોએ મોટાવરાછા તળાવ પાસે નીચલી કોલોની નજીક જાહેરમાં ફટાકડા ફોડી તેના ઉપર ફોમ સ્પ્રે છાંટી ઉજવણી કરી હતી. તેનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમરોલી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી માંગીલાલના પાંચ સાગરીતોની અટકાયત કરી હતી. જયારે માંગીલાલ રાજસ્થાન ભાગી છૂટ્યો હતો.

બે દિવસ અગાઉ જ જેલમાંથી બહાર આવેલા કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસફોડીયાનો લકઝુરીયસ જેગુઆર કારમાં શાહી વરઘોડો નીકળો હતો તેનો વિડીયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે માંગીલાલે અગાઉ સુરત પોલીસની ટીમ દારૂ પકડવા ગઈ હતી ત્યારે હુમલો કરી નાટક કર્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s