સર્કલના સ્પોન્સર પાસેથી વર્ષે રૃા.બે થી પાંચ લાખ રોયલ્ટી મેળવી આવક વધારાશે

સુરત,

સુરત મ્યુનિ.એ સર્કલ સ્પોન્સર
આપવાની નીતિમાં ફેરફાર કરીને કામગીરી ઝડપી થાય અને પાલિકાને રોયલ્ટી મળે તેવું આયોજન  કર્યું છે. સર્કલ સ્પોન્સરમાં પાલિકાને અત્યાર સુધી
કોઈ આવક થતી ન હતી પરંતુ નિભાવ ખર્ચ પણ થતો ન હતો. હવે પાલિકા નવી નીતિ બનાવશે તેમાં
પાલિકાને વાર્ષિક બેથી પાંચ લાખનો એક સર્કલમાં રોયલ્ટી મળે તેવું આયોજન થઈ રહ્યું છે.

સ્થાયી સમિતિએ સર્કલ સ્પોન્સરની
નીતિમાં ફેરફાર કરીને નવી નીતિ બનાવી છે તે અંગે માહિતી આપતાં અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું
હતું કે, અત્યાર સુધીમાં સર્કલ માટે એસ.વી.એન.આઈ.ટી. પાસે સર્વે કરાવતાં હતા તેની ફી
વધુ હોવા સાથે સમય પણ વધુ લાગતો હોવાથી જે લોકો સર્કલ સ્પોન્સર લેતા હોય છે તેઓ પાછા
ખસી જતાં હોય છે. અનેક સર્કલમાં આવું બહાર આવ્યું છે ઉપરાંત પાલિકા પાંચ વર્ષ માટે
સર્કલ ફાળવે છે ત્યારે સર્કલનો નિભાવ ખર્ચ રહેતો નથી. સર્કલની સાઈઝના પાંચ ટકામાં સ્પોન્સર
પોતાની જાહેરાત મુકી શકે છે. જોકે, નવી નીતિમાં સર્વેની કામગીરી વધુ ઝડપી થાય તે માટે
આગોતરૃ આયોજન કરવા સાથે ફીના સ્ટ્રકચરમાં પણ વધારો કરવામા ંઆવ્યો છે. અત્યાર સુધી પાલિકાને
રોયલ્ટી મળતી ન હતી પરંતુ પાલિકા હવે પ્રાઈમ લોકેશન પર જે સર્કલ છે તેના સ્પોન્સર પાસે
રોયલ્ટી પણ લેવામાં આવશે. પાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરીને કેટલાક સ્કલ્પચર
બનાવ્યા છે તે પણ સર્કલમાં મુકી શકાશે તેના માટે જે ખર્ચ થયો છે તે સ્પોન્સર પાસે પાલિકા
લેશે. આમ અત્યાર સુધીમાં પાલિકાને સર્કલ સ્પોન્સરમાં કોઈ આવક થતી ન હતી પરંતુ હવે આવક
થશે અને  સ્પોન્સરને પણ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે પે એન્ડ પાર્કના
કોન્ટ્રાકટ ઓછા ભાડે મળતિયાઓને આપી દીધા બાદ શાસકોને મ્યુનિ.ની ખાલી તિજોરી યાદ આવી
અને આવક વધારવા માટે આ નીતિનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.

પ્રાઇમ લોકેશન વેેસુ મણીબા પાર્ટી પ્લોટ
અને પાલ બ્રિજના સર્કલ માટે રોયલ્ટીની ઓફર મળી

        સુરત,

<

p class=”12News0″ style=”text-align:justify;”>સુરતના પાલ ઉમરા બ્રિજના પાલ
તરફના છેડાનું જે સર્કલ છે તેને સ્પોન્સર કરવા સાથે સાથે પાલિકાને રોયલ્ટી આપવા માટેની
ઓફર પાલિકા પાસે આવી છે. આ ઓફર આવવાની સાથે જ પાલિકાએ સર્કલની નીતિમાં બદલાવ કરીને  પ્રાઈમ લોકેશન પરના સર્કલ પર રોયલ્ટી મળે તે માટેનું
આયોજન કર્યું છે. એક જ સર્કલ માટે એકથી વધુ સ્પોન્સર હોય તેમાં જે વધુ રોયલ્ટી આપશે
તેને સર્કલ અપાશે. પાલ બ્રિજ પાસેના સર્કલ બાદ સીટીલાઈટથી મણીબા પાર્ટી પ્લોટ તરફ જે
સર્કલ આવે છે તે સર્કલ માટે પણ સ્પોન્સર સાથે રોયલ્ટીની ઓફર પાલિકાને મળી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s