પેઇડ FSI પેટે બિલ્ડરોએ આપેલા રૃા.130 કરોડના ચેક રીટર્ન થયા

સુરત,

સુરતમાં કોરોનાના કારણે રિયલ
એસ્ટેટ પર માઠી અસર થઈ અને ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. સુરત મ્યુનિ. પાસેથી પેઈડ એફ.એસ.આઈ
(ફલોર સ્પેસ ઇન્ડેક્ષ) માટે આપેલા 130કરોડના ચેક રિર્ટન થયાં છે. મોટા બિલ્ડરોના ચેક
પણ રીટર્ન થતા મ્યુનિ. તંત્ર દોડતું થઇ ગયું છે. અને રીટર્ન ચેક સામે કડક ઉઘરાણી કરીને
રૃા.24.50 કરોડ મેળવ્યા છે. બિલ્ડરો પેઇડ એફએસઆઇ માટે રકમ નહી ચૂકવે તો મ્યુનિ. તંત્ર
બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરે તેવી શક્યતા પણ છે.

સુરત શહેરમાં કોરોનાકાળ પહેલાં રિયલ
એસ્ટેટમાં તેજી હોવાથી અનેક પ્રોજેક્ટમાં બિલ્ડરોએ પાલિકા પાસે પેઈડ એફ.એસ.આઈ. લીધી
હતી. દોઢ વર્ષ કોરોનાને લીધે બિલ્ડરોએ આપેલા એડવાન્સ ચેકની તારીખ લંબાવી અપાઇ હતી.
આ સમયમર્યાદા પુર્ણ થતા પાલિકાએ ચેક બેંકમાં જમા કરાવવાનું શરૃ કર્યુ ં હતું. પણ તેમાં
રૃા.130 કરોડના ચેક બાઉન્સ થયા હતા. તેમાં મોટા બિલ્ડરોનો પણ સમાવેશ થાય છે.

એક તરફ રિયલ એસ્ટેટની હાલત કફોડી
છે તેની સાથે પાલિકાની આર્થિક સ્થિતિ પણ સારી નથી. જેથી ચેક રીટર્ન થયા છે તે બિલ્ડરો,
ડેવલપરોને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. કેટલીક સાઇટ પરથી સામાન પણ જપ્ત કરાયો હતો.
ચેક રીટર્નના નાણાં નહી ભરાય તો બાંધકામ માટે અપાયેલી રજા ચિઠ્ઠી રદ કરી રેરા ઓથોરીટીને
જાણ કરવાની કાર્યવાહી માટે પણ સેન્ટ્રલ ટીડીઓ વિભાગે તૈયારી કરી છે. તે સાથે બિલ્ડરો
પાસે કડક ઉઘરાણી પણ શરૃ કરી છે.

<

p class=”12News” style=”text-align:justify;”>જોકે, 20 દિવસમાં બિલ્ડરો પાસે રૃા.24.50
કરોડની વસુલાત થઇ શકી છે. કેટલાક બિલ્ડરોએ રિટર્ન થયેલા ચેક સામે રૃા.14 કરોડના ચેક
આપ્યા છે. જોકે, રકમ નહી ભરાય તો રજા ચિઠ્ઠી રદ કરવાની પાલિકાની તૈયારીથી બિલ્ડરોમાં
કચવાટ પણ  ફેલાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s