પિતરાઈ ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં દરમિયાનગીરી કરનાર યુવાનની હત્યા

– મેરે ભાઈ કો કયું મારા ? પૂછનાર યુવાનને તમાચો અને ઢીકમુક્કીનો માર મારી ધક્કો મારી હત્યા કરનાર લીંબાયતના ચારની ધરપકડ

સુરત, : સુરતના લીંબાયતની કૃષ્ણકુંજ સોસાયટીમાં ગુરુવારે મોડીરાત્રે પિતરાઈ ભાઈના પ્રેમપ્રકરણમાં થયેલા ઝઘડામાં દરમિયાનગીરી કરનાર યુવાનને તમાચો અને ઢીકમુક્કીનો માર મારી ધક્કો મારી ચાર યુવાનોએ હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ચારેયની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત ક્રિષ્નાનગર વિભાગ 1 સાળી સમાજની વાડી પાસે ગલી નં.1 ઘર નં.141 માં રહેતા 42 વર્ષીય મોહનભાઇ લીમ્બાભાઇ ગીરાસે હમાલીકામ કરે છે. તેમના ભત્રીજા તુષાર ઉર્ફે સેન્ડીયોને જે યુવતી સાથે પ્રેમસંબંધ છે તે યુવતી સાથે જીતુ દિલીપ પાટીલ પણ પ્રેમસંબંધ ધરાવે છે. આ મામલે તુષાર ઉર્ફે સેન્ડીયો અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હોય ગતરાત્રે 11.30 વાગ્યે લીંબાયત ક્રૃષ્ણકુંજ સોસાયટી ગલી નં.2 પ્લોટ નં.138 ની સામે તુષાર તેના મિત્રો સાથે ઉભેલો હતો ત્યારે જીતુ તેના મિત્રો સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુ સાથે બે બાઈક પર ત્યાં આવ્યો હતો. જીતુ અને તેના મિત્રોએ તુષારને તુને મેરે બાઇક કા પંચર ક્યું કીયા કહી ગાળાગાળી કરી જીતુએ તુષારને આજ તેરે કો ખતમ કર દેનેકા હૈ કહી ગાલ ઉપર એક તમાચો માર્યો હતો.

તે સમયે તેના પિતરાઈ ભાઈ રાજેન્દ્ર ઉર્ફે કમલેશ ઉર્ફે બંટી મોહનભાઇ ગીરાસેએ દરમિયાનગીરી કરી જીતુને મેરે ભાઇ કો ક્યુ મારા કહેતા જીતુએ યે સેન્ડીયા કા ભાઇ હૈ ઉસકો ભી ખતમ કર દો કહી રાજેન્દ્રને જોરથી તમાચો માર્યો હતો. ત્યાર બાદ વિશાલ અને આશુએ રાજેન્દ્રને પકડી રાખી જીતુ તેમજ સમાધાન ઉર્ફે દાદાએ તેને ઢીકમુક્કીનો માર માર્યા બાદ જીતુએ તેને છાતીના ભાગે જોરથી ધક્કો મારી રોડ ઉપર ફેંકી દેતા રાજેન્દ્રનું મોત નીપજ્યું હતું. જીતુ અને વિશાલ ત્યાર બાદ ચપ્પુ કાઢી તુષારને મારી નાંખવાની કોશીશ કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે મૃતક રાજેન્દ્રના પિતા મોહનભાઇ ગીરાસેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s