ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટર શરૂ થતા સુરતમાં ફરી લોકોની લાંબી લાઈન જોવા મળી

સુરત, 10 જુલાઇ 2021 શનિવાર

શહેરમાં ત્રણ દિવસ સુધી વેક્સિનેશન બંધ રહ્યા બાદ હવે 105 સેન્ટરો પર આજથી વેક્સિન પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન સેન્ટરો ઉપર ધકકામુક્કી કરતા જોવા મળી રહ્યા છે પરંતુ રાજ્ય સરકારે પાલિકાને 15 હજાર ડોઝ જ ફાળવ્યા હોવાને કારણે ઘણા લોકોએ વેક્સિન લીધા વગર પરત ફરવાનો,લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો અને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 105 રસીકરણ કેન્દ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેમાં કોવિશીલ્ડનાં પહેલા ડોઝ માટે 53 અને બીજા ડોઝ માટે 48 સેન્ટર છે. જ્યારે બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે અને બે સેન્ટર કોવેક્સિન રસીના છે. વેક્સિનેશન વ્યવસ્થા થતાં લોકો લેવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. જેમાં સિનિયર સિટીઝનોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ફરીથી લોકો વહેલી સવારથી ટોકન માટે લાઇનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. જો કે એક વેક્સિનેશન સેન્ટર ઉપર 120 વ્યક્તિઓને જ વેક્સિન ફાળવાતી હોવાના કારણે અન્ય વ્યક્તિઓએ નિરાશ થઈને પરત ફરવુ પડી રહ્યું છે તો કેટલાક સેન્ટરો ઉપર ટૂંકમાં મળ્યા બાદ પણ વેક્સિન ન મળતા લોકો રોષે ભરાયા હોવાના બનાવ પણ બન્યા છે.

વેક્સિન લેવા આવનાર ધંધાર્થી મનોજભાઈએ કહ્યું કે, અમારી સંસ્થામાંથી વેક્સિન લઈને આવવા કહેવાયું છે. જો કે વેક્સિન લેવા માટે અનેક લોકોએ ધકકા ખાવા પડી રહ્યા છે. ત્રણ દિવસ બંધ હોવાને કારણે આજે સેન્ટરો જ્યારે શરૂ થયા ત્યારે વહેલી સવારથી જ અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા  જેથી માંડ ટોકન મળી હતી. મને તો આજે વેક્સિન મળી ગઈ છે પરંતુ અમારા જેવા ધંધાર્થીઓએ પોતાના રોજગાર છોડીને ક્યાં સુધી આવી રીતે લાઈનમાં ઉભા રહીને હેરાન થવું પડશે?,  હાલની સ્થિતિ જોતા ઓન સ્પોટ વેક્સિનેશન કરતા પહેલા જે રજીસ્ટ્રેશન કરાવીને જે વેક્સિનેશન થતું હતું તે જ યોગ્ય હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s