સુરત શહેરમાં છેલ્લા 27 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે પણ નીકળશે નહીં

સુરત, 9 જુલાઇ 2021 શુક્રવાર

કોરોનાકાળમાં ગત વર્ષે પણ સુરતમાં છેલ્લા 27 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથની પારંપરિક રથયાત્રા નીકળી શકી ન હતી જેને આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈને લઈને અસમંજસ જોવા મળી રહી છે. રથ ખેંચવા માટે 100 જેટલા હરિભક્તોની જરૂરિયાત હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા માત્ર 60 જેટલા ભક્તોની જ મંજૂરી અપાઈ છે તો સાથોસાથ જે રૂટ પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે . જેથી મંદિરના મહંત દ્વારા રથયાત્રા નહીં કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતમાં સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે. આ વર્ષે રથયાત્રાને લઈ શરૂઆતના સમયે પોલીસ દ્વારા મૌખિક અનુમતિ આપવામાં આવી હતી કે તેઓ પાલનપુર પાટિયા થી રથયાત્રા કાઢી શકશે. જોકે ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન આવી છે તે ગાઇડલાઇન મુજબ જ રથયાત્રા કરવાનું મંદિરના ટ્રસ્ટીઓને કહેવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ રથયાત્રામાં જોડાનારા જોડાનાર મહંતોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત પણે જમા કરવાનું કહેવામાં આવતા મહંતોમાં નિરાશા જોવા મળી છે.

ઈસ્કોન મંદિરના મહંત સરોજ પ્રભુજી મહારાજે કહ્યું કે, તમામ મહંતો દ્વારા વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. તેમ છતાં આરટીપીસીઆર ટેસ્ટ માંગવામાં આવ્યા છે. અત્યાર સુધી રથયાત્રા પાલનપુર પાટિયા થી કાઢવાનું કહેવામાં આવ્યું હતું જે 3 કિલોમીટરનું અંતર હતું. જોકે એકાએક જ પોલીસ દ્વારા આ રથયાત્રા ટૂંકાવીને મોરાભાગળ થી કરવાનું કહેવામાં આવ્યું હતું. જે મંદિરથી માત્ર 500 મીટરનું  અંતર છે. જેથી મહંતો દ્વારા રથયાત્રા નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથોસાથ તમામ ભક્તજનોને એવી પ્રાર્થના કરી છે કે તેઓ મંદિર પરિસરની અંદર આવી રથયાત્રાના દર્શન કરે અને તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s