પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ રદ નહી થાય તો જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લા મુકાશે

સુરત,

સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોએ ટેન્ડર
વિના જ પોતાના મળતીયાઓને પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ હંગામી ધોરણે આપી દેવાના કિસ્સામા
મોડે મોડે વિપક્ષ જાગ્યું છે. શાસકો દ્વારા બારોબાર આપી દેવાયેલા પે એન્ડ પાર્કના ટેન્ડર
બહાર નહી પડાય તો આક્રમક વિરોધ કરાશે. જો તેમ નહી થાય તો વિપક્ષ કાર્યકરો સાથે પે એન્ડ
પાર્ક જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું કુવી દેશે.

રીંગરોડ ટેકટાઈલ માર્કેટ વિસ્તારમાં
મલ્ટીલેવલ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરવાના બદલે સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે નિયમથી
ઉપર જઈને સુઓમોટો ઠરાવ કરીને પોતાના મળતીયાઓને જ હંગામી ધોરણે ઓછા ભાવે પાર્કિંગના
કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. દબાવી રખાયેલી આ વાત મુદ્દે ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો
છે. આજે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાલિકાના
ભાજપ શાસકોએ વધુ આવક આવે તેવા ટેન્ડર દફતરે કરી દીધા હતા અને પોતાના મળતીયાઓને પે એન્ડ
પાર્ક ફાળવી દીધા હતા.  રીંગરોડ મલ્ટીલેવલ પાર્કિંગ
માટે તો લેખિતમાં એક એજન્સીએ 3.60 લાખ માસિક આપવાની ઓફર કરી હતી તેને 3.30 લાખમાં આપી
દેવામાં આવ્યું છે. આ કામ લેનાર સાથે પાર્ટનરમાં ભાજપના નેતાના સગાં છે. પાલિકાના ચાર
પદાધિકારીઓ જ કોન્ટ્રાક્ટરો સાથે સંકલન કરીને કોન્ટ્રાક્ટ આપી નિયમોનો ભંગ કરી રહ્યાં
છે. આ કોન્ટ્રાકટ તાત્કાલિક રદ કરવા જોઇએ.

આ ઉપરાંત તેઓ ટેન્ડર વિના કોન્ટ્રાક્ટ
લેનાર એજન્સીને પણ ચીમકી આપતાં કહ્યું હતુ ંકે, જો તેઓ કોન્ટ્રાક્ટ લેશે તો વિપક્ષના
કોર્પોરેટરો, સંગઠનના નેતાઓ અને કાર્યકરો પે એન્ડ પાર્કમાં જઈને જાહેર જનતા માટે પાર્કિંગ
વિના મુલ્યે ખુલ્લુ કરી દેશે. પાલિકાને આર્થિક નુક્સાન કરતા નિર્ણય અંગે જોકે વિપક્ષે
કાનૂની લડત અંગે કોઇ નિર્ણય કર્યો નથી.

સીતાનગરના પે એન્ડ પાર્ક માટે વિપક્ષની
ભલામણ હતી? ઃ નહી સ્વીકારાતા મોડેમોડે વિરોધ કર્યાની ચર્ચા

<

p class=”12News” style=”text-align:justify;”>સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોએ નિતિ
નિયમોને નેવે મુકીને ટેન્ડર વિના જ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ સુઓ મોટો ઠરાવ કરીને
આપી દીધા હતા તેનો મોડે મોડે વિપક્ષે વિરોધ કર્યો છે. પાલિકા કેમ્પસમાં એવી ચર્ચા ચાલી
રહી છે કે વિપક્ષે પણ એક પે એન્ડ પાર્ક માટે ભલામણ કરી હતી પરંતુ વિપક્ષની ભલામણ હતી
તેને નહીં આપીને શાસકોએ પોતાના મળતીયાઓને આ કામ આપી દીધું છે. આ મુદ્દે વિપક્ષના કેટલાક
સભ્યો શાસકો સાથે લાઈન પર હોવાના કારણે વિપક્ષે ટેન્ડર વિના આપવામા ંઆવેલા પે એન્ડ
પાર્કનો વિરોધ કર્યો ન હતો.  પરંતુ વિપક્ષની
ભલામણ નહીં સ્વીકારવા સાથે વિરોધ ન કરવાની વિપક્ષની નીતિ સામે અનેક પ્રશ્ન ઉઠતાં વિપક્ષે
આજે આક્રમક વિરોધ  કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું
છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s