ડાયમંડ ખરીદીના નામે ઠગાઈ કારસામાં આરોપી દલાલના જામીન રદ


-સુરત

આરોપી હીરા દલાલ આશીષ ગોંડલીયા વિરુધ્ધ કાપોદરા,વરાછા પોલીસમાં એકથી વધુ આ પ્રકારના ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા હોવાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ

લાખો
રૃપિયાની કિંમતના ડાયમંડ ખરીદીના નામે મેળવી ડુપ્લીકેટ હીરાની અદલા બદલી કરી અસલી
ડાયમંડ અન્યને વેચી મારી એકથી વધુ ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા આરોપી હીરા
દલાલના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

મૂળ
ભાવનગર જિલ્લાના વતની ફરિયાદી ધવલ નારણ દિયોરા(રે.શુકનવેલી રેસીડેન્સી
, કતારગામ)આરોપી વિમલ
કાંતી  વાસાણી
,રાહુલ
કથીરીયા
,ઉમેશ માંગુકીયા,લક્ષ્મીકાંત
ઉર્ફે લવ ગૌડા
, હિરા દલાલ આશીષ  હસમુખ ગોંડલીયા (રે.અયોધ્યાપુરમ રો હાઉસ,
સરથાણા)વગેરે વિરુધ્ધ રૃ.16 લાખની કિંમતના 69.80 કેરેટના હીરા
ખરીદવાના બહાને મેળવીને અસલી હીરા અન્યને વેચી મારી ફરિયાદીને અમેરીકન ડાયમંડ
પધરાવી ગુનાઈત ઠગાઈનો કારસો રચવા અંગે કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


કેસમાં કાપોદરા પોલીસે જેલભેગા કરેલા આરોપી હીરા દલાલ આશીષ ગોંડલીયાએ જામીન માટે
માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની
એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ
છે.આરોપી હીરા દલાલ વિરુધ્ધ એકથી વધુ આ પ્રકારની ડાયમંડ વેચાણ સંબંધી ગુનાઈત
ઠગાઈના કેસો નોંધાયા છે.જેથી આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની
તથા ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.અત્રે નોંધનીય છે કે આરોપી આશીષ  ગોંડલીયા સહિત ઉપરોક્ત ટોળકી વિરુધ્ધ વરાછા
પોલીસમાં 38 લાખના ડાયમંડ વેચાણના નામે મેળવી ડુપ્લીકેટ ડાયમંડ પધરાવવાના ગુનામાં
પણ જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતોને
માન્ય રાખી એડીશ્નલ સેશન્સ કોર્ટે બંને કેસોમાં આરોપી હીરા દલાલ વિરુધ્ધ પ્રથમ
દર્શનીય કેસનો નિર્દેશ આપી જામીનની માંગ નકારી કાઢી હતી.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s