મિત્રએ જ બાંધકામ કોન્ટ્રાકટરની પત્નીને બ્લેકમેઈલ કરી યૌનશોષણ કર્યું

– બે સંતાનની માતાને કેફી પીણુ પીવડાવી મોબાઈલમાં નગ્ન ફોટો, વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી જુદી-જુદી હોટલમાં બોલાવી

સુરત, : સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાકટરની યુવાન પત્નીને કેફી પીણુ પીવડાવી મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા પાડી અને વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી જુદીજુદી હોટલમાં બોલાવી દુષ્કર્મ કરનાર બાંધકામ કોન્ટ્રાકટરના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનો ભાગીદાર જીગર વિજયભાઈ મહેતા ( ઉ.વ.37, રહે.ડી-803, નંદિની -3, વેસુ, સુરત ) કામ માટે તેના ઘરે અવરજવર કરતો હતો. ઓક્ટોબર 2019 માં બાંધકામ કોન્ટ્રાક્ટરનો પ્લોટ જીગરને ખરીદવાનો હોવાથી અને પ્લોટ કોન્ટ્રાકટરની 32 વર્ષીય પત્નીના નામે હોવાથી જીગરે તેને કામ માટે બોલાવી કેફી પીણુ પીવડાતા તે અર્ધબેભાન થઈ ગઈ હતી. જીગરે તે સમયે કોન્ટ્રાકટરની પત્નીના નગ્ન ફોટા પાડયા હતા અને વિડીયો પણ ઉતાર્યો હતો. બાદમાં જીગરે ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેને જુદીજુદી હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા અઢી વર્ષથી બ્લેકમેઇલ કરી યૌનશોષણ કરતા જીગર વિરુદ્ધ છેવટે ગતરોજ બે સંતાનની માતા એવી પરિણીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીગરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s