મહિનાથી કામ નહીં મળતા રત્નકલાકારે નંદુડોશીની વાડીમાં રૂ.7 લાખના હીરા લૂંટયા

– એચ.વી.કે ઇન્ટરનેશનલમાંથી રફ લઈ જતા મેનેજરને લિફ્ટના ખૂણામાં દબાવી લૂંટનારા બે સ્થળ પર ઝડપાયા

– હીરા સાથે ફરાર બાદમાં પકડાયો

સુરત, : કતારગામ સ્થિત એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા.લી.માંથી રફ હીરા લઈ જતા મેનેજરને લિફ્ટના ખૂણામાં દબાવી રૂ.7 લાખના હીરાની લૂંટ કરનાર ત્રણેય રત્નકલાકારને મહિનાથી કામ મળતું ન હોય લૂંટ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીનો વતની અને સુરતમાં કામરેજ બાપાસીતારામ ચોક પાંસે રઘુનંદન રેસિડન્સી બ્લોક નં.87 માં રહેતો 29 વર્ષીય અજય વિનુભાઇ નલીયાપરા ( પ્રજાપતિ ) કતારગામ સ્થિત એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા.લી.માં મેનેજર તરીકે નોકરી કરે છે. અજય ગત બપોરે 3.30 વાગ્યાના અરસામાં એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા. લી.માંથી રૂ.7 લાખના રફ હીરા સાથેની બેગ લઈ નંદુડોશીની વાડી સ્થિત પ્રમુખ બિલ્ડીંગ વિભાગ બી માં આવેલી પોતાની ઓફિસમાં જવા ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં પ્રવેશ્યો તે વખતે પાછળથી આવેલા ત્રણ અજાણ્યા પૈકી બે અજાણ્યએ લીફટના ખુણામાં તેને દબાવી દીધો હતો. જયારે ત્રીજાએ અજય પાસેની હીરા સાથેની બેગ લૂંટી હતી અને ત્રણેય ટોરેન્ટ પાવરની ઓફીસ તરફના રસ્તે ભાગ્યા હતા.

જોકે, અજયે બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમની સાથે મળી અજયે સ્થળ પરથી રત્નકલાકાર નાગજી ઇશ્વરભાઇ ચૌધરી ( ઉ.વ.21, રહે.ઘર નં.404, ચંદ્રલોક એપાર્ટમેન્ટ, દરબારનગર સોસાયટી, વેડરોડ, સુરત. મૂળ રહે.ડાખા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા ) અને તેની સાથે રહેતા તેમજ અભ્યાસની સાથે રત્નકલાકાર તરીકે કામ કરતા જગદીશ કાળુભાઇ ચૌધરી ( ઉ.વ.23 ) ( મૂળ રહે.જોરાપુરા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા ) ને ઝડપી પાડી કતારગામ પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે બંનેની પુછપરછના આધારે હીરા લૂંટી ફરાર થયેલા રત્નકલાકાર દિનેશ શંકરભાઈ ચૌધરી ( ઉ.વ.23, રહે.ઘર નં.404, ચંદ્રલોક એપાર્ટમેન્ટ, દરબારનગર સોસાયટી, વેડરોડ, સુરત. મૂળ રહે.જાળી, તા.ધાનેરા, જી.બનાસકાંઠા ) ને પણ ઝડપી પાડી તમામ હીરા કબજે કર્યા હતા.

પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમને છેલ્લા એક મહિનાથી કામ મળતું ન હોય લૂંટની યોજના દિનેશે બનાવી હતી અને ગતરોજ તક મળતા લૂંટ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s