ભાડાના મકાનમાં બે રૃમમાં ચાલતી સ્કૂલને મોટી બનાવવામાં દિલીપકુમારનો સિંહફાળો

સુરત,

સુરતના સિમ્ગા સ્કુલ મોટું શૈક્ષણિક
સંકુલ બન્યું છે તેમાં દિગ્ગજ દિલીપ કુમારનો મોટો ફાળો હતો.  આ સ્કુલના નિર્માણ માટે ટ્રસ્ટીઓની વિનંતી બાદ તેઓએ
ફી લીધા વિના 1985માં શો કર્યો હતો અને બે દિવસ સુરતમાં રહ્યાં હતા. ભાડાના રૃમમાં
ચાલતી સ્કુલને મોટું શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દિલીપ કુમારે ટ્રસ્ટીઓને માત્ર લઘુમતિ
નહીં કોમીએખલાસ રાખી બધા સમાજના લોકોને સાથે રાખવાની સલાહ આપી હતી.

દિગ્ગજ દિલીપ કુમારે આજે મુંબઈમાં
આખરી શ્વાસ લીધા હતા તેમની સાથે સુરતની કેટલીક મહત્વની યાદ જોડાયેલી છે. સુરતના સુરત
યંગ મુસ્લીમ એસોસીએશન (સિમ્ગા)ની સ્કુલ શરૃઆતમાં સગરામપુરાના ભાડાના બે રૃમમાં શરૃ
કરવામા આવી હતી. સ્કૂલ મોટી બનાવવા વિચારણા ચાલતી હતી. ટ્રસ્ટીમંડળમાં હાલના કોંગ્રેસના
નેતા કદીર પીરઝાદા પણ ટ્રસ્ટીમંડળમાં હતા. તેઓ બાળપણથી દિલીપકુમારના ફેન હતા અને હોસ્પિટલ
કે સ્કૂલ બનાવવા દિલીપકુમાર ઘણી મદદ કરતા તે વાત તેઓ જાણતા હતા.

1984માં તેઓ ટ્રસ્ટી એ.યુ.સૈયદ સાથે
મુંબઇ પાલીહિલ સ્થિત દિલીપકુમારના બંગલો પર મળવા ગયા હતા અને સ્કૂલ માટેનો વિચાર રજૂ
કર્યો હતો. દિલીપકુમારે શાંતિથી વાત સાંભળીને બે મહિનામાં નક્કર પ્રપોઝલ લઇને આવવા
કહ્યું હતું. તેથી સુરત આવી ટ્રસ્ટીઓની બેઠક કરી સમગ્ર વાત મુકી હતી. તે સમયે કોંગ્રેસનું
શાસન હતું. ટ્રસ્ટીઓ બાબુ સોપારીવાલા, શેખ મહેમુદ શેખ અને અન્ય ટ્રસ્ટીઓએ પાલિકાના
રીઝર્વેશનવાળી જગ્યા પસંદ કરી હતી. તે રીઝર્વેશન મુક્ત કરીને ટ્રસ્ટને ફાળવાઇ હતી.

ટ્રસ્ટીઓ પ્રપોઝલ તૈયાર કરી ફરી
દિલીપકુમારને મળવા પહોંચ્યા ત્યારે ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે, કેટલા પૈસા ભેગા
થશે ? ટ્રસ્ટીઓએ જવાબ આપ્યો હતો રૃપિયા દોઢ લાખ. ત્યારે દિલીપકુમારે કહ્યું હતું, હું
આવું છું, પૈસા ભેગા થાય ત્યારે તમે ફરી અહી આવો. અને માત્ર લઘુમતી નહી પણ તમામ સમાજના
લોકોને સાથે રાખો અને સ્કૂલ માટે મોટું ફંડ ભેગું કરો. અને અનેક પ્રયાસો કરાતા તે સમયે
રૃા.11 લાખની રકમ એકત્ર થઇ હતી. ટ્રસ્ટીઓ ફરી દિલીપકુમારને મળ્યા ત્યારે એક વર્ષ બાદ
તેમણે સુરતમાં પ્રોગ્રામ કરવાનો સમય આપ્યો હતો.

દિલીપકુમારે કહેલું હું એકલો નહી
આવું સાયરાબાનુંને સાથે લઇ આવીશ અને તેમણે વચન પાળ્યું હતું. તે સમયે ઘોડદોડ વિસ્તારમાં
સેન્ટ ઝેવીયર્સ સ્કુલના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. દિલીપકુમાર-સાયરાબાનું ડિલક્ષ
એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યા હતા. દિલીપકુમારને જોવા માટે સુરતીઓને ભીડ કરી  દીધી હતી. ત્યારે દિલીપકુમારે ટ્રસ્ટીઓને કહેલું
કે, માત્ર આ કાર્યક્રમ નહી, એવા મોટા લોકોને ભેગા કરો જે સ્કુલ માટે મોટું દાન આપી
શકે.  તેમની આ ટકોર બાદ ઓફિસર જીમખાનામાં બીજા
દિવસે શહેરના મોટા લોકોને એકત્ર કરાયા હતા. 
જ્યા મહાજનોએ દિલીપ કુમાર સાથે હાથ મીલાવવા માટે પડાપડી કરી હતી તેમાં સિમ્ગા
સ્કુલ માટે મોટું દાન એકત્ર થયું હતું. દિલીપ કુમારે શો વિનામૂલ્યે કર્યો હતો. અને
લોકોને મળીને મોટું દાન એકત્ર કરવામાં આપેલા યોગદાનને લીધે ભાડાના મકાનમાં બે વર્ગમાં
ચાલતી સ્કૂલ આ વિશાળ બની ચુકી છે.

મુંબઈથી આવતી ટ્રેન બે નંબરના બદલે એક
નંબરના પ્લેટફોર્મ પર ઉભી રખાઈ હતી

સુરત,

1985માં દિલીપ કુમાર  ટ્રેનમાં મુસાફરી કરી સુરત આવ્યા હતા ત્યારે તેમને
વધુ સુવિધા મળે તે માટે તેમની ટ્રેનનું પ્લેટફોર્મ બદલવામા ંઆવ્યું હતું. તે સમયે મુંબઈથી
અમદાવાદ તરફ જતી ટ્રેન બે નંબરના પ્લેટફોર્મ પર ઉભી રહેતી હતી. પરંતુ ટ્રેનમાં ફિલ્મ
સ્ટાર દિલીપ કુમાર મુસાફરી કરતા હોવાની ખબર પડતાં બે નંબરના બદલે એક નંબરના પ્લેટફોર્મ
પર ટ્રેન ઉભી રાખવામા ંઆવી હતી. લિફ્ટ મારફતે તેઓ નીચે આવ્યા હતા અને ત્યાર બાદ ગાડીમાં
તેઓ બી.આર.સી.માં (બરોડા રેયોન કોર્પોરેશન) રોકાયા હતા. સુરતમાં તે સમયે કોઈ મોટી હોટલ
નહોતી.

સુરતના ખમણ, રાંદેરની
બિરીયાની અને ઘારીનો ટેસ્ટ દિલીપ કુમારને દાઢે લાગ્યો હતો

સુરત,

1985માં  દિલીપ કુમાર પહેલી વાર સુરત આવ્યા ત્યારે બી.આર.સી.
દ્વારા દિલીપ કુમારના ભવ્ય આગતા સ્વાગતા કરવામા ંઆવી હતી. તેમ છતાં દિલીપ કુમાર માટે
ટ્રસ્ટીઓ  રાત્રીના રાંદેર ખાતેની બિરીયાની
બનાવી લઈ ગયાં હતા. આ ઉપરાંત સવારે અસલ સુરતી નાસ્તો ખમણ  અને પોંક ખવડાવ્યો હતો જે તેમને ભાવ્યા હતા. આ ઉપરાંત
તેઓને સુરતની ઘારીનો ટેસ્ટ પણ દાઢે લાગ્યો હતો. સુરતથી તેમના માટે બેકરીઓની બિસ્કીટ,
ઘારી પણ મોકલાતી હતી. દિલીપકુમારે સુરતી ઊંધિયાનું ટેસ્ટ પણ કર્યો હતો. જોકે, તે તેમને
ભાવ્યું નહોતું.

ગરદનની એક્સેસાઈઝ માટે સુરતથી ખાસ
પતંગ મંગાવ્યા હતા

        સુરત,

ફિલ્મમાં કામ કરતાં કરતાં દિલીપ
કુમારને ગરદનની બિમારી થઈ હતી ડોક્ટરે આ ગરદનની સમસ્યા દુર કરવ માટે કસરત કરવા કહ્યું
હતું કોઈકે એવી સલાહ આપી હતી કે ગરદનની એક્સસાઈઝ માટે પતંગ ચગાવવો ઘણો હિતાવહ છે તેથી
દિલીપ કુમારે રાંદેરના પતંગ મંગાવ્યા હતા અને મુંબઈમાં ચગાવ્યા હતા.

1998માં જમાલપુરમાં અમદાવાદમાં
દિલીપ કુમારે પબ્લીક મીટીંગ કરી હતી

સુરત,

<

p class=”12News” style=”text-align:justify;”>દિલીપકુમાર અમદાવાદમાં છેલ્લીવાર  ૧૯૯૮ની સાલમાં આવ્યા હતા. દિલીપ કુમાર કોંગ્રેસના
રાજ્ય સભાના સાંસદ હતા ચુંટણી દરમિયાન અમદાવાદના 
જમાલપુરમાં તેઓએ  પબ્લીક મીટીંગ કરી
હતી. તે અમદાવાદની તેમની છેલ્લી મુલાકાત હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s