અસરગ્રસ્તોનો આકોશઃ વડોદના આવાસ તો માનદરવાજા ટેનામેન્ટ કરતા પણ વધુ જર્જરિત

સુરત,

સુરતના રીંગરોડ વિસ્તારના માન
દરવાજાના જર્જરિત થયેલા ટેનામેન્ટના અસરગ્રસ્તોને વડોદ આવાસ ખાતે ખસેડવામા ંઆવશે તેવી
મોટા ઉપાડે જાહેરાત કરવામા ંઆવી હતી. પરંતુ અસરગ્રસ્તોની કમિટિએ સ્થળ મુલાકાત કરતાં
વડોદ આવાસ માન દરવાજા ટેનામેન્ટ કરતાં વધુ જોખમી હોવાનું જણાતા અસરગ્રસ્તોએ વડોદ આવાસમાં
સ્થળાંતર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.  

માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં
પાલિકાએ રિ ડેલવપમેન્ટની કામગીરી માટે કવાયત શરૃ કરી છે. રીંગરોડની સોનાની લગડી જેવી
આ જગ્યા પર રિડેવલપમેન્ટ માટે આયોજન થઈ રહ્યું છે. દરમિયાન ટેનામેન્ટના એ વિંગના ૩૨૦
ફ્લેટ જર્જરિત થતાં તેને ખાલી કરવા માટે પાલિકાએ નોટીસ આપી છે. આ મુદ્દે છેલ્લા કેટલાક
દિવસોથી હોબાળો અને વિરોધ થઈ રહ્યો છે. પાલિકાના સ્લમ  ઈમ્પ્રુવમેન્ટ કમિટિના અધ્યક્ષ દિનેશ રાજપુરોહિતે
અસરગ્રસ્તો સાથે બેઠક કરીને અસરગ્રસ્તોની ૧૩ સભ્યોની ટીમ બનાવી તેઓ સ્થળાંતરનો નિર્ણય
કરશે અને બે દિવસમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૃ થશે તેવો દાવો કર્યો હતો.

પરંતુ આજે અસરગ્રસ્તોની ટીમ વડોદ
આવાસ ખાતે સર્વે કરવા ગઈ ત્યાં ચોકી ગઈ હતી. અસરગ્રસ્તોએ એવો દાવો કર્યો છે કે વડોદના
આવાસ તો માનદરવાજાના આવાસ છે તેના કરતાં પણ 
જર્જરિત છે.  ઉપરાંત માન દરવાજામાં ગેસ
અને પાણીની લાઈન છે પરંતુ વડોદમાં તો કશું જ નથી. પાલિકા વડોદમા ખર્ચ કરવાની વાત કરે
છે તો જ્યાં સુધી ઈજારદાર ન મળે ત્યાં સુધી નાના માણસો રહે છે તેવા માન દરવાજામાં રિપેરીંગ
કરે તેવી માગણી છે.

વડોદ આવાસમાં ખસેડવામાં આવે તો માન દરવાજા હાલ જ્યાં
તેઓ રહે છે તેના કરતાં વધુ જોખમ વડોદ આવાસમાં દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિ હોવાથી અમે
અસરગ્રસ્તો કોઈ પણ સંજોગોમાં વડોદ ખાસે સિફ્ટ થઈશું નહીં. બીજી તરફ  પાલિકાના અધિકારીઓ અને શાસકો અમારા પર દબાણ કરી
રહ્યાં છે અને ધમકીની ભાષામાં વાત કરી રહ્યાં છે. હાલ કોરોનામાં અહી રહેતાં અનેક લોકો
નોકરી ધંધા વિનાના થઈ ગયાં છે ત્યારે પાલિકા તંત્ર ગરીબ લોકો પર દબાણ કરી રહી છે તેના
કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s