સુરતની 1000 રેશનીંગ શોપના સંચાલક, પરવાનેદાર, કોમ્પ્યુટર ઓપરેટર ડેટા મેળવાયા


– અનાજ કૌભાંડ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિગતો મંગાવી


– કૌભાંડના
સૂત્રધારો
, સોફ્ટવેર વાપરનારાઓને શોધવા સઘળી વિગતો મંગાવાતા પુરવઠા તંત્રએ  લાંબુ લિસ્ટ તૈયાર કર્યું

          સુરત

રાજ્યવ્યાપી
અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિગતો માંગતા સુરત શહેર-જિલ્લાની ૧૦૦૦થી
વધુ રેશનીંગની દુકાનોના સંચાલકો
,
પરવાનેદાર, કોમ્પયુટર આપરેટરની વિગતો એકત્ર
કરી લિસ્ટ તૈયાર કરાઇ રહયું છે. આ કૌભાંડમાં માસ્ટર માઇન્ડ મનાતા સુરતના પ્રકાશ
અને કૈલાશે સોફ્ટવેર કોને વેચ્યા છે તે શોધવા આ કાર્યવાહી શરૃ થઇ છે.

સરકારી અનાજ
લેવા નહી જતા લોકોના સોફ્ટવેરની મદદથી ખોટા બીલો બનાવીને અનાજ સગેવગે કરવાના કૌભાંડનો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરીને ૪૯ આરોપી સામે ફરિયાદ નોંધી હતી.  તેમાં બે આરોપી પ્રકાશ અને કૈલાશ સુરતના છે. સુત્રોની
વાત માનીએ તો આ બન્નેના આખા નામનો ઉલ્લેખ નથી તેથી સાચી ઓળખ મુશ્કેલ બની છે. પ્રકાશ
નામના દુકાનદારો ઓછા છે. પણ કૈલાશ નામના ઘણા દુકાનદારો છે.

આથી આ
કૌભાડમાં કોણ કોણ સંડોવાયેલુ છે
?
કોને કોને સોફટવેર વેચ્યા છે ? અને પ્રકાશ અને
કૈલાશ સાથે કોણ કોણ સંબંધો ધરાવે છે
? તે સઘળી હકીકતો મેળવવા
માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેર અને જિલ્લા દુકાનદારોની તમામ વિગતો મંગાવી
છે. પુરવઠા તંત્રએ ૧૦૦૦થી વધુ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો કે પરવાનેદારો કે પછી
ભાડેથી ચલાવનારાઓ
, કોમ્પ્યુટર ઓપરેટરો તેમજ અન્ય સ્ટાફની
વિગતો એકઠી લાંબુ લિસ્ટ બનાવ્યું છે. જે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોકલાશે.
ત્યારબાદ તપાસ આગળ વધશે જેથી રેલો આવવાની બીકે દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

પ્રકાશ
અને કૈલાશને ઝડપવા સુરત ક્રાઇમ બ્રાંચ માટે તો રમતની વાત છે
, 2017 માં ઝડપ્યા જ હતા

સુરત
ક્રાઇમ બ્રાન્ચ માટે અનાજ કૌભાડના આ બન્ને આરોપી કૈલાશ અને પ્રકાશને પકડવા માટે રમતની
વાત હોવાનું સુત્રો જણાવે છે. કેમકે ૨૦૧૭ માં જયારે એનએફએસએ કૌભાડ બહાર આવ્યુ હતુ.
તે વખતે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકટીવ થતા એક પછી એક દુકાનદારો
, સોફટવેર બનાવનારાઓ ને જેલના
સળિયાની પાછળ ધકેલ્યા હતા. આથી ૨૦૧૭ ની તપાસ આ વખતે પણ કામ લાગી શકે તેમ છે. અને આ
પ્રકાશ અને કૈલાશ ભલે પોલીસ ફરિયાદમાં આટલા જ નામ છે. પરંતુ પોલીસને પકડવા માટે ડાબા
હાથનો ખેલ છે.

અનાજ વગે
કરવા સોફ્ટવેર પાછું કોણે બનાવ્યું
?

<

p class=”12News”>સુરત
શહેરમાં ૨૦૧૭ માં બોગસ એનએફએસએ કાર્ડ બનાવી તેમના નામ પર અનાજ ખરીદવા સોફટવેર બનાવાતા
પ્રકાશ
, કૈલાશની ધરપકડ થઇ હતી. પરંતુ આ વખતે ફરી પાછુ સોફટવેર કોણ બનાવ્યુ ?
અને આ સોફટવેર પ્રકાશ અને કૈલાશે કેવી રીતે મેળવ્યું અને કોને કોને વેચ્યું
? તે તપાસનો મુદ્દો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s