જૂનાગઢના વંથલીની મહિલાને ગાંજો પહોંચાડનાર અર્જુન મારવાડી ઝડપાયો

– કારખાનામાં મજૂરી કરી બાદમાં ચોરી, ગાંજાનો સપ્લાય કરતા પકડાયો, જામીન મળતા ખેતી શરૂ કરી અને ફરી પૈસાની લાલચે ગાંજો વેચવાનું શરૂ કર્યું

સુરત, : સીઆઇડી ક્રાઈમના હાથે બે દિવસ અગાઉ જૂનાગઢના વંથલી ગામેથી ગાંજા સાથે ઝડપાયેલી મહિલાને ગાંજો સપ્લાય કરનાર સુરતના યુવાનને સુરત એસઓજીએ ઝડપી પાડી જૂનાગઢ એસઓજીને સોંપ્યો છે. ઝડપાયેલો યુવાન પહેલા ચોરી કરવા લાગ્યો બાદમાં ગાંજાનો સપ્લાય કરતા પકડાયો અને જામીન મુક્ત થયા બાદ ખેતી કરવા લાગ્યો હતો. પણ પૈસાની લાલચે ફરી ગાંજો વેચવાનું શરૂ કર્યું હતું.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સીઆઇડી ક્રાઈમના જૂનાગઢ એકમે બે દિવસ અગાઉ વંથલી ગામમાંથી ઈસ્માઈલ જુમ્મા સોઢાની પુત્રી કુસુમબેનને 4.494 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી હતી. કુસુમબેનને ગાંજાનો જથ્થો સુરતના અરજણ ઉર્ફે અર્જુન મારવાડીએ આપ્યો હોવાનું જૂનાગઢ એસઓજીની તપાસમાં બહાર આવતા તેની ટીમ સુરત આવી હતી અને સુરત એસઓજીને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી અને દામજીભાઈ ધનજીભાઈને મળેલી બાતમીના આધારે કાપોદ્રા મેઈન રોડ નાના વરાછા ઢાળ એસએમસી જાહેર શૌચાલય પાસેથી અરજણ ઉર્ફે અર્જુન મારવાડી નથુભાઈ ચૌહાણ ( ઉ.વ.40, રહે.105, મહાવીર સોસાયટી, માન સરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત. મૂળ રહે. બોરવાવ ગામ, તા.તાલાલા, જી. ગીર સોમનાથ ) ને ઝડપી લીધો હતો. હાલ વતનમાં ખેતીકામ કરતા અરજણ ઉર્ફે અર્જુન મારવાડીએ પંદર દિવસ અગાઉ કુસુમબેનને ગાંજો સપ્લાય કર્યો હતો અને તે ઝડપાતા પોતાનું નામ ખુલતા તે સુરત ભાગી આવ્યો હતો.

અરજણ ઉર્ફે અર્જુન મારવાડી અગાઉ સુરતમાં એમ્બ્રોડરીના કારખાનામાં મજૂરીકામ કરતો હતો પણ સારું વળતર નહીં મળતા ચોરી કરવા માંડયો હતો. તે વર્ષ 2011 માં સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં, વર્ષ 2012 માં વરાછા પોલીસ મથકની હદમાં અને વર્ષ 2013 માં ગીર સોમનાથના તાલાલા પોલીસ મથકની હદમાં ચોરીના ગુનામાં પકડાયો હતો. ચોરીમાં પણ સારા પૈસા નહીં મળતા તેણે ગાંજાનો સપ્લાય શરૂ કર્યો હતો. તે વર્ષ 2019 માં વેરાવળમાં પકડાયો હતો અને જેલમાંથી છૂટી સુરત રહેવા આવી ફરી ગાંજાનો વેપાર શરૂ કર્યો હતો. વર્ષ 2019 માં સુરતના સરથાણામાં 21 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાતા દોઢ વર્ષ બાદ જેલમાંથી જામીન મુક્ત થયા બાદ તેણે વતન જઈ ખેતીકામ કરવા માંડયું હતું પણ ફરી પૈસાની લાલચે ગાંજો વેચવા માંડયો હતો. સુરત એસઓજીએ અરજણ ઉર્ફે અર્જુન મારવાડીનો કબજો જૂનાગઢ એસઓજીને સોંપ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s