સુરત: બિમાર પુત્રીને મુંબઇ મળવા જનાર વેપારીના બંઘ ઘરમાંથી 6 લાખની ચોરી


– મુંબઇની બેંકમાં નોકરી કરતી પુત્રી એકલી જ રહે છે, હોસ્પિટલમાં દાખલ કરતા વેપારી પરિવાર મુંબઇ ગયો અને ચોરી થઇ, બે ઘરઘાટી મહિલાએ ચોરી કર્યાની શંકા

સુરત,તા.6 જુલાઈ 2021,મંગળવાર

સુરતના સિટીલાઇટ રોડના અભિષેક બંગ્લોઝમાં રહેતા કાપડ વેપારીના બિમાર પુત્રીને જોવા મુંબઇ જતા તેમના બંઘ ઘરને નિશાન બનાવી તસ્કરો રૂ. 6 લાખની મત્તા ચોરી ગયા હતા.

સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર નજીક અભિષેક બંગ્લોઝમાં રહેતા સંજય બિનોદ કેજરીવાલ (ઉ.વ. 58) કાપડ વેપારીની પુત્રી ચાંદની મુંબઇની એ.એન.ઝેડ બેંકમાં નોકરી કરે છે અને ત્યાં એકલી જ રહે છે. તા.29 જુનના રોજ અચનાક તબિયત ખરાબ થઇ જતા ચાંદનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા વેપારી સંજય તુરંત જ પત્ની રાની અને પુત્ર શિવમ સાથે મુંબઇ ગયા હતા. મુંબઇ જવા અગાઉ બે ઘરઘાટી સીતાબેન અને ગરિમાબેનને ઘરે બોલાવી ટિફીન બનાવડાવ્યું હતું.

ત્યાર બાદ તા.4 જુલાઇના રોજ સંજયભાઇ પરિવાર સાથે પરત આવ્યા ત્યારે મેઇન દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ્યા ત્યારે ઘરનો સરસામાન વેરવિખેર હતો. ઉપરાંત કાચની સ્લાઇડીંગ બારી ખુલ્લી હતી અને લોખંડની ગ્રીલની જાળીનું તાળું તુટેલું હતું તથા ગેસ્ટ રૂમ અને ઉપરના માળે ત્રણ રૂમના તાળા તૂટેલા અને કબાટના લોક પણ તૂટેલા હતા. જેથી કબાટ ચેક કરતા તેમાંથી રોકડા રૂ.4 લાખ અને રૂ.2 લાખના દાગીના ગુમ હતા અને બંને ઘરઘાટી મહિલાને કોલ કર્યો હતો. પરંતુ તેમનો ફોન બંધ હતો. જેથી ઘરઘાટી સીતા અને ગરિમાએ ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરતી ફરીયાદ ખટોદરા પોલીસમાં નોંધાવી હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s