સુરત: જાણકારીના અભાવે લોકોએ વેક્સીનેશન સેન્ટર બહાર લાઈન લગાવી દીધી


– વહેલી સવારે સુરતના અને વેક્સીનેશન સેન્ટર પર લાઈન, આજે પાલિકાના હેલ્થ સેન્ટર પર જ મળશે

સુરત,તા.6 જુલાઈ 2021,મંગળવાર

ગઈકાલે મોડીરાતે મહાનગરપાલિકાએ અન્ય વેક્સીનેશન સેન્ટર બંધ કરીને માત્ર પાલિકાના 40 હેલ્થ સેન્ટર પર જ વેક્સિન મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ લોકો સુધી આ જાહેરાત ન પહોંચતા આજે વહેલી સવારથી જ સુરતના અનેક વેક્સીનેશન સેન્ટર પર લાઈન જોવા મળી હતી. જાણકારીના અભાવે લાઈનમાં ઊભા રહેલા લોકોએ પસ્તાવાનો વારો આવ્યો હતો.

સરકાર દ્વારા વેક્સિન નો જથ્થો ઓછો અપાતા સુરતમાં રોજ વેક્સિન લેવા આવતા લોકોની હાલાકી વધી રહી છે. સુરતમાં આજે માત્ર 3000 વેક્સિનના ડોઝ છે. આટલી ઓછી માત્રામાં ડોઝ હોવાથી પાલિકાએ અન્ય વેક્સીનેશન સેન્ટર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગઇકાલે મોડી રાત્રે મહાનગરપાલિકાએ કરેલી જાહેરાત મુજબ માત્ર શહેરના 40 અર્બન હેલ્થ સેન્ટર પર જ વેક્સિનેશનની કામગીરી થશે. જેમાં પણ પ્રત્યેક હેલ્થ સેન્ટર પર માત્ર 75 લોકોને જ વેક્સિન આપવામાં આવશે.

પાલિકાએ કરેલી આ જાહેરાત અને લોકો સુધી પહોંચી ન હતી. જેના કારણે અડાજણ સહિત શહેરના અનેક સેન્ટર પર લોકોની લાંબી લાઇન લાગી ગઇ હતી. સુરતમાં વેક્સિનેશન માટે જાગૃતિ હોવાથી લોકો વહેલી સવારમાં જ લાઇન લગાવી દે છે. જોકે સરકાર દ્વારા વ્યક્તિના જડોની જાણ પાલિકાને મોડેથી કરાતા પાલિકા પણ આ જાહેરાત મોડેથી કરે છે. જે લોકો સુધી ન પહોંચતા લોકોની હાલાકી થઈ રહી છે. આવતીકાલે બુધવારે શહેરના તમામ વેક્સીનેશન સેન્ટર તથા હેલ્થ સેન્ટર પણ કામગીરી બંધ રહેશે તેવું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s