સુરત: કોસાડ આવાસમા એક રીક્ષામા આગ લાગ્યા બાદ અન્ય એક રીક્ષા અને ત્રણ બાઈક સહિત પાંચ વાહનો ઝપેટમાં આવ્યા


– ફાયરના કર્મચારીઓએ ઘટનાને કાબુમાં કરવાની સાથે અન્ય 5થી 6 વાહનોને પણ સળગતા બચાવી લીધા

સુરત,તા.6 જુલાઈ 2021,મંગળવાર

અમરોલીના કોસાડ આવાસમાં આવેલ એક બિલ્ડીંગમા પાર્ક કરેલી રિક્ષામાં સોમવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી. આગ ફેલાતા તેની બાજુમાં પાર્ક કરેલી અન્ય એક રીક્ષા તેમજ બે મોપેડ અને એક બાઈકે પણ આગની લપેટમાં આવતા વાહનો ભડભડ સળગવા લાગતાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોસાડ આવાસ ખાતે આવેલ એચ-5 બિલ્ડીંગ પાસે આજુબાજુમાં બે રીક્ષા પાર્ક કરેલી હતી તેમજ રિક્ષાની બંને સાઈડમાં મોપેડ અને બાઈક સહીત ટૂ વ્હીલર વાહન પાર્ક કરેલા હતા. સોમવારે મોડી રાત્રે બિલ્ડિંગના તમામ રહીશો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. તે સમયે એકાએક એક રિક્ષામાં ગેસ લીકેજ સાથે શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં રિક્ષામા લાગેલી આગ ફેલાતા બાજુમાં પાર્ક કરેલી અન્ય એક રીક્ષા તેમજ બે મોપેડ અને બાઇકને ઝપેટમાં આવી ગયા હતા. જેને કારણે પાચે વાહનો સળગવા લાગ્યા હોવાથી ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ અંગે ફાયર કન્ટ્રોલને કોલ કરતા કોસાડ ફાયર સ્ટેશનથી ફાયર કર્મીઓનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ફાયર કર્મીઓએ એક કલાક સુધી ભારે જહેમત કરી અને આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવી લીધો હતો. ફાયર સૂત્રોએ જણાવ્યું હતું આગને કારણે પાંચ વાહનોમાં નુકસાન થયું હતું. જયારે નજીકમાં જ અન્ય 5 થી 6 બાઈકો પડેલી હતી તેમની બચાવી લેવામાં આવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s