સુરત: એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડની લાલચ આપી ભેજાબાજે રૂ. 81 હજાર તફડાવી લીધા


– આર.બી.એલ બેંકનો ક્રેડિટ કાર્ડ ધારક અમરોલીના આધેડને લીંક મોકલાવી, લીંક ઓપન કરતા મોબાઇલ હેક થઇ ગયો અને ટુક્ડે-ટુક્ડે રકમ ઉપાડી લીધી

સુરત,તા.6 જુલાઈ 2021,મંગળવાર

અમરોલી-ન્યુ કોસાડ રોડ પર રહેતા આધેડને એચડીએફસી બેંકનો ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી લીંક મોકલાવી મોબાઇલ હેક કર્યા ભેજાબાજે આર.બી.એલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.81,674 ઉપાડી લીધાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.

અમરોલી ન્યુ કોસાડ રોડ સ્થિત સ્વીટ હોમ રેસીડન્સીમાં રહેતા ઉમેશ પંડયા (ઉ.વ. 53) પર ગત 11 મે ના રોજ પર 9883789813 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે એચડીએફસી બેંકમાંથી સંજય શર્મા બોલું છું અને ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન એપ્લાય કરવાનું કહી લીંકં મોકલાવી મોબાઇલ હેક કર્યો હતો. મોબાઇલ હેક કર્યા બાદ ભેજાબાજે આર.બી.એલ બેંક ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 50,775 ઉપાડી લીધા હતા. જેથી ઉમેશે તુરંત જ આર.બી.એલ બેંકના કસ્ટમર કેર પર કોલ કર્યો હતો અને વાતચીત ચાલુ હતી ત્યારે પુનઃ રૂ. 20,781 અને રૂ. 10,118 મળી કુલ રૂ. 81,674 કપાઇ ગયા હતા. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા તુરંત જ સાઇબર સેલમાં અરજી કરી હતી અને ત્યાર બાદ ગત રાત્રે આ અંગે સંજય શર્મા નામના અજ્ઞાત ભેજાબાજ વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s