રાંદેર ટાઉનમાં જમાદાર સ્ટ્રીટમાં: ઘરના આંગણે આડેધડ પાર્કિંગ મુદ્દે ઇંટ-ચપ્પુ ઉછળ્યાઃ ત્રણને ઇજા, એકનું માથું ફુંટયુ

– ઘર પાસે પાર્ક કરેલા વાહનોને લીધે મ્યુનિ. ની કચરા ગાડી મહોલ્લામાં આવતી ન હોવાથી બે પડોશી પરિવાર વચ્ચે ઝઘડો લોહીયાળ બન્યો

સુરત
રાંદેરના રહેમત ખાન જમાદાર સ્ટ્રીટમાં આડેધડ વાહન પાર્કીંગ કરવામાં આવતા કોર્પોરેશનની કચરા ગાડી મહોલ્લામાં આવતી નહીં હોવાથી બે પડોશી વચ્ચે ઇંટ અને ચપ્પુ વડે મારા મારી થતા ત્રણને ઇજા થતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઈ હતી. પોલીસે બંને પક્ષે સામ-સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રાંદેર ટાઉન રહેમત ખાન જમાદાર સ્ટ્રીટના ઘર નં. 1027માં રહેતો અને હજીરાની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મો. સિદ્દીક મો. ફારૂક ઘસીટ (ઉ.વ. 27) ની ઘરના આંગણામાં પાર્ક એવેન્જર બાઇક પડવાનો અવાજ આવ્યો હતો. જેથી મો. સિદ્દીકે બહાર નજર કરતા ઘર નં. 1025માં રહેતા અરબાઝ શેખે બાઇકને ધક્કો મારી ફેંકી દીધી હોવાથી સિદ્દીકે તેને ઠપકો આપ્યો હતો. અરબાઝે સિદ્દીકને કહ્યું હતું કે તારી બાઇકને લીધે કોર્પોરેશનની કચરા ગાડી મહોલ્લામાંથી નીકળતી નથી. જયારે સિદ્દીકે અરબાઝને તેની કારને લઇ કચરા ગાડી મહોલ્લામાં આવતી નથી એમ કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સિદ્દીકની માતા હાજરાબીબી (ઉ.વ. 55) અને બહેન ફરહાના અને સહાના, પિતરાઇ ભાઇ ફૈઝાન ઘસીટ દોડી આવ્યા હતા. સામે પક્ષે અરબાઝનો ભાઇ ગુલામ, તેના બે કાકા મુસ્તુફા અને સલીમ, કાકી રાબીયા સલીમ શેખ, વાહીદ મુસ્તુફા શેખ, પિતરાઇ ભાઇ યાસીન અને ફૈસલ પણ દોડી આવ્યા હતા અને તેઓ વચ્ચે મારા મારી થઇ હતી. જેમાં સલીમે ફૈઝાનને માથામાં ઇંટ મારી દેતા ગંભીર ઇજા થઇ હતી. જયારે સિદ્દીકની માતાને મુસ્તુફાએ બે-ત્રણ તમાચા મારી દીધા હતા. જયારે સામે પક્ષે સિદ્દીકે ચપ્પુ વડે હુમલો કરતા ફૈઝાનને હાથમાં અને કાકી રાબીયાના ડાબા હાથના પંજામાં ઇજા થઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. જો કે રાંદેર પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષે સામ-સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s