પગાર નહી થતા સિવિલના હોમિફિલિયા સેન્ટરના કર્મચારીઓ હડતાળ પર

– સારવાર
અર્થે આવેલા દર્દીઓને સારવાર વિના જ પરત ફરવુ પડયુ : એક સંસ્થા દ્વારા પગાર અપાતો હતો

 સુરત :

સુરત
નવી સિવિલ હોસ્પિટલના હીમોફીલિયા સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને છ મહિનાથી પગાર
મળ્યો નથી.જેથી આજથી કર્મચારીઓ હડતાળ પર જતા સારવાર અર્થે આવેલા દર્દીઓએ હાલાકી વેઠવાનો
વારો આવ્યો હતો.

<

p class=”12News0″>સુરતમાં
હિમોફિલિયાના અંદાજિત ૪૫૦ દર્દીઓ છે. આ દર્દીઓને નાની મોટી તકલીફ થાય તો સારવાર માટે
નવી સિવિલમાં હીમોફીલિયા સેન્ટરમાં આવે છે. પણ આ સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટર
, નસગ સ્ટાફ, કાઉન્સિલર, ઓપરેટર સહિત પાંચ થી છ કર્મચારીઓને છેલ્લા
છ માસથી પગાર નહિ થતા હાલત કફોડી થઈ ગઈ છે. જેથી કર્મચારીઓ આજથી હડતાળ પર ગયા છે. જેના
કારણે ત્યાં સારવાર અર્થે આવેલા દર્દીઓ હાલાકી વેઠવી પડી હતી.  જહાંગીરપુરામાં રહેતો પાંચ વર્ષીય હાદ કુણાલ પટેલ
હીમોફીલિયા બીમારીથી પીડાય છે. તેને જમણા હાથની કોણીમાં દુખાવો થતાં આજે સવારે સારવાર
માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યારે કતારગામમાં રહેતો ૨૪ વર્ષીય યોગેશ પાંડોળને
જમણા હાથની કોણી અને પીઠમાં દુખાવો થતા સારવાર માટે નવી સિવિલમાં આવ્યો હતો. આ સહિત
કેટલાક દર્દીઓ પણ સારવાર માટે આવ્યા હતા. સેન્ટરમાં સ્ટાફની હડતાળ પર  હોવાથી દર્દીઓએ સારવાર વગર જવાનો વારો આવ્યો હતો.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. રાગિણીબેન વર્માએ કહ્યું હતું કે હીમોફીલિયા સેન્ટરમાં
અગાઉ એસ્સાર કંપની બાદ એક સંસ્થા દ્વારા ત્યાંના કર્મચારીઓને પગાર કરવામાં આવતો હતો.
પણ સંસ્થાએ પગાર આપવાનું બંધ કર્યું હતું.જેથી આર્સેલર મિતલ કંપનીને  રિક્વેસ્ટ કરતા હાલમાં પગાર કર્યો છે. અને કર્મચારીઓને
પગાર આપવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s