ડોસવાડા ઝીંક કંપની મામલે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ

તાપી, 6 જુલાઇ 2021 મંગળવાર

સોનગઢ ના ડોસવાડા ગામે ગતરોજ ઝીંક મિલની સુનાવણીના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, આજે સુરત રેન્જના આઈ જી રાજકુમાર પાંડિયનએ ઘટના સ્થળ નું નિરીક્ષણ કર્યું અને ત્યાર બાદ આઈજી એ આપ્યું મીડિયા ને નિવેદન આપતા જણાવ્યું કે જિલ્લાના અસરગ્રસ્ત 45 જેટલા ગામો ના લોકો સાથે ઝીંક કંપની અને જીપીસીબી સહિત ના અધિકારીઓ મિટિંગ કરશે, તથા વિડીયો ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી આગળ ની કાર્યવાહી હાથ ધરાશે.

ડોસવાડા ઝીંક કંપની માં સુનાવણી મોકૂફ રખાયા બાદ પથ્થરમારો કરનાર સામે માનવવધની કોશિષનો ગુનો દાખલ થશે, અજાણ્યા હુમલાખોરોને ઓળખવા સીસીટીવી કેમેરાની મદદ લેવાશે, ઉલ્લેખનિય છે કે પોલીસે આ સંઘર્ષને રોકવા માટે 118 જેટલા અશ્રુગેસના સેલ તેમજ બે હેન્ડ ગ્રેનેડ નો ઉપયોગ કર્યો હતો, પાંડિયનએ જણાવ્યું કે હજારોના ટોળામાં હુમલાખોરોને ઓળખવામાં સમય લાગશે, ઘટના સ્થળે થી ડિટેઇન કરાયેલા વાહન ચાલકોમાંથી હુમલાખોરો અને નિર્દોષોની ઓળખ કામગીરી હાથ ધરાઈ છે, ડોસવાડાની 10 કિલોમીટર આજુબાજુના ગામોમાં સ્થાનિકોને ઝીંક કંપની વિશે જાણકારી આપવામાં આવશે, ત્યાર બાદ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

https://platform.twitter.com/widgets.js

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s