ઓલપાડ, ઉમરપાડા, માંગરોળ, મહુવા અને માંડવી તાલુકામાં ડાંગરની રોપણી અટકી ગઇ– મેઘરાજા
નહીં વરસશે તો ખેડુતોની હાલત કફોડી થશે


– મેઘરાજા નહી વરસે તો ખેડૂતોની હાલત કફોડી બનવાની ભીતિઃ
ડાંગરનુંં ધરુ તૈયાર છે પણ રોપણી માટેના ક્યારા પાણી વગર પડયા છે

       સુરત

ટાઉટે
વાવાઝોડાની અસર સુરત જિલ્લાના ખેડુતો ભૂલ્યા નથી. ત્યાં તો જુલાઇ મહિનાથી મેઘરાજા
વાદળોમાં અલોપ થઇ જવાની સાથે જ વરસાદ લંબાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખાસ
કરીને ચોમાસામાં ડાંગરનું વાવેતર ઓલપાડ
, માંડવી, માંગરોળ,
મહુવા અને ઉમરપાડા આ પાંચ તાલુકામા વધુ હોવાથી ડાંગરની રોપણી અટકી
પડતા ખેડુતોની હાલત કફોડી થઇ છે.

સુરત જિલ્લામાં
ચોમાસાની વિધિવત શરૃઆત થયા બાદ જુન મહિનામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હોવાથી ખેડુતોને
આશા હતી કે જુલાઇ મહિનામાં સારો વરસાદ થશે અને ખેતરોમાં જે ડાંગરના પાક માટે કેન્ડા
(ક્યારા) બનાવ્યા છે
, તે વરસાદી પાણીથી છલોછલ થતા થશે. અને ડાંગરની રોપણી કરી દેવાશે.  જોકે ખેડુતોની આ આશા પર પાણી ફરી વળ્યુ છે. જુલાઇ
મહિનો આવતા જ મેઘરાજા વાદળોમાં ગાયબ થઇ જતા ખેડુતોમાં ચિંતાનું મૌજુ ફરી વળ્યુ છે.
ખેડુત અગ્રણી વસત પટેલે જણાવ્યું કે
, આગામી દિવસોમાં જો વરસાદ
નહીં પડશે તો ખેડુતોની હાલત કફોડી થશે. માંડ માંડ ટાઉટે વાવાઝોડામાંથી હજુ તો ઉભા થયા
છે ત્યાં વરસાદ લંબાતા ખેડુતો મુશ્કેલી પડશે.

સુરત જિલ્લા
ખેતીવાડી અધિકારી નીતિન ગામીતે જણાવ્યું કે
,
સુરત જિલ્લામાં હાલ ૧૭ ટકા જેટલુ વાવેતર થયુ છે. પરંતુ ડાંગરના પાકની
સૌથી ઓછી રોપણી થઇ છે. સુરત જિલ્લાના પાંચ તાલુકા ઓલપાડ
, માંડવી,
માંગરોળ, મહુવા અને ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ
ડાંગરની રોપણી થાય છે. વરસાદ નહીં વરસતા આ પાંચેય તાલુકામાં ડાંગરની રોપણી અટકી પડી
છે. વરસાદ લંબાતા ડાંગરના પાક માટે જે પાણીની જરૃર પડે છે તે પાણી કેન્ડામાં ખાલી હોવાથી
રોપણી કરવી શકય નથી. ફકત જયાં મોટી કેનાલો પસાર થાય છે. તે તાલુકામાં જ ડાંગરની રોપણી
થઇ રહી છે. 

ડાંગરના
ધરુ બચાવવા જમણાં અને ડાબા કાંઠા નહેરમાં ૨-૨ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૃ
કરાયું

<

p class=”12News”>ખેડુતો
જુલાઇ મહિનાની કાગડોળે રાહ જોતા હોય છે. કેમકે આ મહિનામાં ડાંગરની જોરશોરથી રોપણી
શરૃ થઇ જાય છે. પરંતુ મહિનાની શરૃઆતમાં જ મેઘરાજા નહીં વરસતા ખેડુતો પાકને લઇને
ભારે ચિંતિત થયા છે. ખાસ કરીને હજુ તો ખેતરોમાં ડાગરના પાક માટે ધરૃ વાવ્યુ હોવાથી
એ જીવાડવાનો પ્રશ્ન ઉભો થયો છે. આથી સિંચાઇ વિભાગ દ્વારા જમણો અને ડાબો કાંઠો
બન્ને પાણીથી છલોછલ કરી દેવાયો છે. હાલ જમણાં કાંઠામાં ૨
,૦૦૦ કયુસેક અને ડાબા
કાંઠામાં ૨
,૦૦૦ કયુસેક મળીને કુલ્લે ૪,૦૦૦
કયુસેક અને ૫૦૦ કયુસેક સુરત શહેરને પાણી માટે ઉકાઇ ડેમમાંથી છોડાઇ રહ્યુ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s