આદિવાસીઓના ટોળાએ હાઇવે જામ કરી પથ્થરમારો કરતા લાઠીચાર્જ : ટીયરગેસના 75 સેલ છોડાયા


-સોનગઢના ડોસવાડામાં
ઝીંક કંપનીની પર્યાવરણીય લોક સુનાવણીનો વિરોધ

-ડીવાયએસપી મોરી સહિત પાંચ પોલીસ કર્મચારીને ઇજા, પોલીસના પાંચ વાહનને
નુકસાન 

-પોલીસે અસંખ્ય બાઇક કબજે કરવા સાથે કેટલાક શકમંદોને અટકમાં લીધા

-ભારે વિરોધ
જોતા લોક સુનાવણી મોકુફ રાખવાની જાહેરાત કરાઇ પણ લેખિતમાં માંગી ટોળું સુરત-ધુલિયા
હાઇવે પર ધરણાં પર બેસી ગયું,પોલીસ સમજાવવા જતાં ચકમક ઝરી

વ્યારા

તાપી
જિલ્લાના સોનગઢ તાલુકામાં સુચિત ઝીંક કંપનીની લોક સુનવણી દરમિયાન પર્યાવરણને થતા
નુકસાન સંદર્ભમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત 
વિવિધ આદિવાસી સંગઠનોના કાર્યકરોએ વિરોધ કરતા જીપીસીપી દ્વારા સુનાવણી
મોકુફ રાખવામાં આવી હતી. પણ લેખિતમાં આપવાની માંગ કરી કાર્યકરો સુરત-ધુલિયા હાઈવે
ઉપર ભીડ સાથે ધરણાં પર બેસી જતાં પોલીસ હાઇવે ખુલ્લો કરવા લોકોને સમજાવવાની કોશિષ
કરતી હતી ત્યારે ચકમક થતાં ટોળાએ પથ્થરમારો શરૃ કરતા પોલીસે દંડાવાળી કરતા નાસભાગ
મચી ગઇ હતી. પથ્થરમારામાં  એક ડીવાયએસપી સહિત
૫ પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. પોલીસે ટીયરગેસના ૭૦થી ૭૫ સેલ છોડી સ્થિતિ કાબુમાં
કરી હતી.


સોનગઢ તાલુકાનાં
ડોસવાડા ગામે સુચિત ઝીંક કંપની માટે સરકારે વેદાંતા ગૃપ સાથે કરાર કર્યા હતા. જે માટે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા સોમવારે ડોસવાડા જીઆઈડીસીમાં જાહેર
લોક સુનાવણી રાખી હતી. પણ વિવિધ આદિવાસી સંગઠનો અને નજીકના ગામનાં સરપંચો દ્વારા પહેલાંથી
જ ભાવી પર્યાવરણના ખતરાને ધ્યાને લઈ સુનવણી રદ્દ કરવાની માંગ થઈ હતી. જેથી સ્થિતિની
ગંભીરતા સમજી તાપી પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારે સુરત અને નવસારી જીલ્લા પોલીસને પણ
તૈનાત કરી હતી.


વિરોધ કરવા અંદાજીત ૭૦૦૦ થી ૮૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. વિરોધ વચ્ચે
સવારે ૧૧-૦૦ કલાકે નવસારી જીપીસીબીના અધિકારી એ.જી.પટેલ અને તાપી કલેક્ટર એચ.કે વઢવાણીયાની
ઉપસ્થિતિમાં લોક સુનાવણી શરૃ થતાં હજારોની સંખ્યામાં આવેલી ભીડ પણ ડોમમાં ઘુસી આવી
હતી. અને તેઓના આગેવાનોએ સુનવણી રદ્દ કરવાની માંગ કરી હતી. ભારે વિરોધ જોતા જીપીસીપીના
અધિકારીએ સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. પણ લેખિતમાં બાંહેધરી આપવાની માંગ
કરીને કાર્યકરોએ સુરત-ધુલિયા હાઈવે ઉપર જઈ લોકો ધરણાં પર બેસી ગયા હતા. જેને પગલે હાઈવેની
બંને તરફ વાહન વ્યવહાર ઠપ થતાં પોલીસે રસ્તો ખુલ્લો કરવા માટે લોકોને સમજાવ્યા હતા.
દરમિયાન અડધો કલાક બાદ પોલીસ અને ભીડ વચ્ચે ચકમક થતાં ભીડમાંથી પોલીસ પર પથ્થર ફેંકવાના
શરૃ થયા હતા.


જેને પગલે પોલીસે દંડાવાળી શરૃ કરી દેતાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ હજારોની
સંખ્યામાં ઉપસ્થિત ભીડ બેકાબુ બની હતી અને ચારેબાજુથી પોલીસ પર અને પોલીસના વાહનો પર
પથ્થરમારો શરૃ કરી દીધો હતો. મીડિયા અને પોલીસ જવાનો વાહનો લઈ જીવ બચાવવા જીઆઈડીસીના
ડોમ નીચે આવતા પથથરબાજો પીછો કરી પાછળ આવી પથરાવ કર્યો હતો. જેમાં નવસારી ડીવાયએસપી
બી.એસ.મોરી
, ત્રણ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસને ઈજા થઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે
એક પછી એક ટીયરગેસના સેલ છોડીને ભીડને ભગાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે ભીડને કાબુમાં
કરતાં પોલીસને નાકે દમ આવ્યો હતો અડધો કલાક બાદ મામલો થાળે પડયો હતો. દરમિયાન હાઈવે
પર પોલીસનું એક વાહન ઉધું કરી દીધું હતુ. પોલીસના ચારથી પાંચ વાહનોને નુકસાન કર્યું
હતુ.


પોલીસે ૭૦થી ૭૫ ટીયરગેસના સેલ છોડયા હતા, જેમાં એક બે સેલ
પોલીસ અધિક્ષક મજમુદાર અને સટાફની નજીકમાં જ પડયા હતા. ઘટના બાદ પોલીસે અસંખ્ય ટુ વ્હીલ
વાહનો કબજે કર્યા હતા. તો કેટલાંક શકમંદોને પણ અટકાયતમાં લીધા હતા. જોકે ઘટના અંગે
્રપોલીસ અધિક્ષક સુજાતા મજમુદારે મીડિયાને કઈ પણ કહેવાનું ટાળ્યું હતુ. ઘટનાની જાણ
થતાં જ સુરત રેંજ આઈજી પણ ઘટના સ્થળે આવવાં નીકળ્યા હતા. જોકે  આવનારા દિવસોમાં ઝીંક કંપનીને લઈ સ્થિતિ વધુ વણસે
એમ જણાઇ રહ્યું છે.


-ગુજરાત સરકાર અને વેદાંત ગુ્રપ વચ્ચે ઝીંક કંપની માટે કરાર થયા
ત્યારથી જ વિરોધના સુર ઉઠયા હતા

ગુજરાત
સરકાર અને વેદાંત ગુ્રપ વચ્ચે ૧૪ ઓક્ટોબર ૨૦૨૦ દરમિયાન ડોસવડામાં  ઝીંક કંપની 
માટે કરાર થયો હતો
,ત્યારથી જ સ્થાનિક સ્તરે વિવિધ આદિવાસી સંગઠનોએ પર્યાવરણ અને સ્થાનિકોના
આરોગ્યને લઇ વિરોધનો સુર આલાપ્યો હતો અને ઝીંક કંપની તાપીમાં આવે જ નહીં તે માટે
ગામે ગામ વિરોધ શરૃ  કરાયો હતો. છેલ્લા એક
માસમાં અનેક વાર આવેદનપત્રો આપી જાહેર લોક સુનાવણી રદ કરવાની માંગ થઇ હતી. લોક
સુનાવણીમાં જોડાવાનો વિરોધ બાદ
, તેઓના અગ્રણીઓ સહીત ભીડ પણ
સુનાવણી ના સ્થળે ધસી જતાં એક તબક્કે સ્થિતિ કાબુની બહાર ગઈ હતી અને સુનાવણી
શરૃ  થતા જ સંગઠનના અગ્રણીઓ વિરોધ શરૃ
કર્યો હતો.


કલેક્ટરને લોકોથી છુપાવીને પોલીસે રવાના કરવા પડયા

 જાહેર લોક સુનાવણીના વિરોધ બાદ ધરણાં કરવા ભીડ
સુરત-ધુલીયા હાઇવે પર પર બેસી જતાં બંને તરફ માંડળ ટોલ નાકાથી સોનગઢ નગર સુધી
વાહનોની લાઈન લાગી ગઇ હતી.દરમિયાન સ્થિતિ વણસતા કલેક્ટર એચ.કે.વાઢવાણિયાને પોલીસે
લોકોની નજરથી છુપાવી બહાર કાઢી એલસીબીના વાહનમાં રવાના કર્યા હતા. જિલ્લા વિકાસ
અધિકરી ડા .દિનેશકુમાર કાપડિયા પણ ખાનગી વાહનમાં નીકળ્યા હતા.

ભીડ અલગ અલગ દિશામાં ખેતરોમાં પલાયન થઇ

ભીડને
કાબુમાં કરતા સ્થિતિ કાબુ બહાર જતા ભીડમાંથી સામી છાતીએ પથ્થરબાજી થઇ હતી. પોલીસે
ટીયરગેસનાં સેલ છોડતા કેટલાક લોકો હાઈવેની સામે આવેલા ખેતરમાં તો કટલાક લોકો
ડોસવાડા ગામ તરફ ભાગ્યા હતા.જ્યાં પોલીસ અને વિરોધ પ્રદર્શન કરતા લોકો વચ્ચે
સામસામે પથ્થરબાજી થઇ હતી.લોકો પોતાના વાહનો સ્થળ પર જ છોડીને ભાગ્યા  હતા.જે 
વાહનો પોલીસે ડિટેઇન કરવાના શરૃ કર્યા હતા. જોકે પથ્થરબાજી પણ ભીડમાં
ઘુસેલા કેટલાક લોકોનું કાવતરૃં જ હોય તેમ અચાનક જ આડેધડ પથ્થરબાજી કરવામાં આવી હતી


જાહેર
સુનાવણીમાં ચર્ચામાં લેવા ૧૨ અરજી આવી હતી

વિરોધ
બાદ સુનાવણી મોકૂફ રાખવામાં આવતા મીડિયા કર્મચારીઓએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના
આધિકારી એ.જી.પટેલનું ઈન્ટરવ્યું લેવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમણે ઇન્ટરવ્યુ
આપવાનું ટાળતા મીડિયાને પણ અડધો કલાક આગળ-પાછળ ગોળ ગોળ ફેરવ્યા હતા. જોકે ડોમમાં
ઉભા હતા તે દરમિયાન સંપર્ક થતાં તેમણે ૧૨ જેટલી અરજીઓ સુનાવણી વખતે ચર્ચામાં લેવા
માટે આવી હોવાનું જણાવ્યું હતુ. અને વધુ કઈ કહેવાનું ટાળ્યું હતુ.


કોરોનામાં સુનાવણી રાખવાનો પણ વિરોધ થયો હતો

ઝીંક કંપનીનો વિરોધ કરતા સંગઠનોએ દેશ અને દુનિયામાં
કોરોનાની મહામારી પણ  ચાલુ જ હોય તે
દરમિયાન સુનાવણી કરવા પર પણ વિરોધ વ્યક્ત કરી જણાવ્યું હતું કે
, માત્ર સોનગઢ તાલુકામાં જ લગ્ન પ્રસંગ દરમિયાન ભીડ ભેગી કરવા
બદલ પોલીસે ૪ કેસો કર્યા છે. નિઝરના કોંગ્રેસના ધારાસભ્ય સુનિલ ગામીત
, સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુભ ગામીત સહિત વિરોધ કર્તાઓએ પણ
કોરોનામાં ભીડ ભેગી કરવા પર સવાલ કર્યા હતા.ત્યારે વહીવટીતંત્ર સામે પણ કોરોના
દરમિયાન લોક સુનાવણી રાખી લોકોની ભીડ કરવા બદલ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.
તથા પ્રદર્શનકારીઓ પણ ગુનેગાર હોય તો કાર્યવાહી કરવાં જણાવ્યું હતુ.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s